તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારીના આંગણે ત્રણ વિશ્વ રેકર્ડ બનશે : કેન્દ્ર સચિવ વિનોદ અગ્રવાલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીના આંગણે ત્રણ વિશ્વ રેકર્ડ બનશે : કેન્દ્ર સચિવ વિનોદ અગ્રવાલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતનાવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ તા.17મી સપ્ટેમ્બરના રોજ દેશમાં સૌથી મોટી દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ નવસારી ખાતે યોજાશે. દિવ્યાંગ કાર્યક્રમમાં ત્રણ વિશ્વ રેકોર્ડ બનશે, એમ ભારત સરકાર દિવ્યાંગ સશકિતકરણ વિભાગના સચિવ વિનોદ અગ્રવાલે જણાવ્યું છે.

નવસારી સરકીટ હાઉસ ખાતે સચિવ તેમજ નવસારી સાંસદ સી.આર.પાટીલ, ભારત સરકારના સંયુકત સચિવ અવિનાશ અવસ્થી, નવસારી કલેકટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રિય સચિવએ જણાવ્યું હતું કે, નવસારીની ઐતિહાસિક ધરતી પર દિવ્યાંગો માટે ક્રાંતિકારી પગલું લેવાયું છે. દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં 50 જેટલા દિવ્યાંગોને મોટર સાથેની ટ્રાયસિકલ આપવામાં આવશે. ઉપરાંત જે બધિર બાળકોને કોકલેવ પ્લાન્ટ દ્વારા સર્જરી કરી, બોલતા થયા છે. તેઓ વડાપ્રધાનને હેપી બર્થ ડે કહીં બર્થ ડે ઉજવશે. ભારતભરમાં 453 બધિરોની સફળ કોકલેવ સર્જરી કરવામાં આવી છે. બધિરોને બોલતા શિખવાડવાનો ખર્ચ પણ ભારત સરકાર ભોગવે છે. એક કોકલેવ સર્જરી માટે રૂ.6 લાખનો ખર્ચ થાય છે.

નવસારી સાંસદ સી.આર.પાટીલે 50 દિવ્યાંગજનોને માટે મોટરરાઇઝડ સાઈકલ માટે રૂ. 6 લાખ રૂપિયા ફાળવ્યા છે. નવસારી સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, નવસારીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ દિવ્યાંગો સાથે મનાવવાના છે. દિવ્યાંગજનો સરળતાથી જીવન જીવી શકે તે માટે એક સારૂં કદમ ઉઠાવ્યું છે. દિવ્યાંગો માટે આગેવાનો સાથે મળીને રૂ. 67 લાખ કરીને એક સંસ્થા ઊભી કરી, તેઓના માટે સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ અપાશે. નગરપાલિકાગ્રામ્ય વિસ્તારોમાં 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. નવસારી જિલ્લાની ચાર નગરપાલિકાઓમાં 12 હજાર એલઇડી બલ્બ લગાવવાનું પણ શકય બનશે.

કયા કયા ત્રણ રેકર્ડ બનશે

નવસારીનાઆંગણે ત્રણ વિશ્વ રેકોર્ડ બનવા જઇ રહ્યા છે. જેમાં પ્રથમ તા.16મી સપ્ટેમ્બરે એક હજાર જેટલા દિવ્યાંગો દિવડાઓ પ્રવજલિત કરવાનો, બીજો વિશ્વ રેકોર્ડ એક હજાર વ્હિલચેરને ચોકકસ ડિઝાઇનમાં ગોઠવવાનો અને ત્રીજો એક હજાર દિવ્યાંગોને ડિજીટલ હીયરીંગ એડ એક સ્થળ પર આપવામાં આવશે તેનો રેકોર્ડ બનશે.

50 દિવ્યાંગોને મોટર સાથેની ટ્રાઇસિકલ આપવામાં આવશે

નવસારીમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીની તૈયારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો