આજે નવસારીમાં સિદ્ધિતપ પારણોત્સવ પ્રસંગ ઉજવાશે

નવસારી | નવસારી નગરે શ્રી આદિનાથ શ્વે. મૂ.પૂ. જૈન સંઘ મધ્યે મહાપ્રભાવી સિદ્ધિતપ પારણોત્સવ પ્રસંગ રવિવારે ઉજવાશે....

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:10 AM
Navsari - આજે નવસારીમાં સિદ્ધિતપ પારણોત્સવ પ્રસંગ ઉજવાશે
નવસારી | નવસારી નગરે શ્રી આદિનાથ શ્વે. મૂ.પૂ. જૈન સંઘ મધ્યે મહાપ્રભાવી સિદ્ધિતપ પારણોત્સવ પ્રસંગ રવિવારે ઉજવાશે. તપસ્વીની શોભાયાત્રા સવારે 9 કલાકે શાંતાદેવી રોડથી શાંતિનાથ જૈન દેરાસરથી પ્રસ્થાન કરી નવસારી શહેરના રાજમાર્ગે ફરી બાવન જીનાલયે રત્નચિંતામણી ભગવાનના દર્શન કરી તીઘરાવાડીમાં પારણા પ્રસંગે ઉજવાશે. જેમાં નવસારીના ચાતુર્માસ બિરાજમાન પૂ.આ.ભ. શ્રી પુણ્યરત્નસૂરિજી મ.સા., પૂ.આ.ભ. યશોરત્નસૂરિજી મ.સા., પૂ.પં. ભદ્રકીર્તિવિજયજી મ.સા. (ચિંતામણી જૈન સંઘ), પૂ.પં. ધર્મરત્નવિજયજી મ.સા., પૂ. મુનિ નિર્મોહપ્રભ વિજયજી મ.સા. (મહાવીર સોસાયટી જૈન સંઘ) ગુરૂ ભગવંતી સાધ્વીજી ભગવતના સાનિધ્યમમાં 162 તપસ્વીઓ સિદ્ધિતપની આરાધના કરી હતી.

X
Navsari - આજે નવસારીમાં સિદ્ધિતપ પારણોત્સવ પ્રસંગ ઉજવાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App