તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી જિલ્લા પંચાયતની કમિટીઓની રચના સોમવારે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લા પંચાયતની કમિટીઓની રચના 2 જુલાઇને સોમવારનાં રોજ કરાશે. કમિટીઓની ચેરમેનશીપ માટે ભાજપમાં ગડમથક ચાલી રહી છે.

નવસારી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપરાંત કમિટીઓની મુદત અઢી વર્ષની છે. જે અંતર્ગત પ્રમુખ-ઉપપ્રમુખની મુદત અઢી વર્ષની પૂરી થતા હાલમાં જ નવા પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા હતા. હવે 8 જેટલી કમિટીઓની મુદત પણ પૂરી થઇ રહી છે. જેમાં કારોબારી,સામાજીક ન્યાય, શિક્ષણ,જાહેર આરોગ્ય, જાહેર બાંધકામ, અપીલ, ખેત ઉત્પાદન સહકાર સિંચાઇ અને પશુપાલન સમિતિ તથા મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિનો સમાવેશ થાય છે. આ સમિતિઓની આગામી અઢી વર્ષ માટે રચના સોમવારનાં રોજ કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની જાહેર બાંધકામ સમિતિના ચેરમેન ડો.અમિતા પટેલ છે જેઓ હાલમાં જ પ્રમુખપદે ચૂંટાયા હોઇ આ કમિટીની ચેરમેનશીપ અન્ય સભ્યને મળશે. આ ઉપરાંત કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ જેવી વધુ મહત્વની સમિતિની ચેરમેનશીપ માટે પણ સત્તા પક્ષ ભાજપમાં ગડમથલ ચાલી રહી છે. મહત્તમ કમિટીઓનાં ચેરમેન બદલવાની શક્યતા જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...