તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીજિલ્લા પોલીસ વિભાગ અને જિલ્લા ન્યાાયાલયના સંયુકત ઉપક્રમે મતિયા પાટીદાર વાડી મહિલા કાનૂની જાગૃતિ શિબિર યોજાઇ હતી. જિલ્લા મુખ્ય. ન્યાયાધીશ એલ.એસ.પીરઝાદા, જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભરાડા, જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા, નિવાસી અધિક કલેકટર કે.એસ.વસાવા, સુરક્ષા સમિતિના સભ્યોએ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પોલીસવડા એમ.એસ.ભરાડાએ નારીને લગતા કાયદાઓનું જાણકારી આપતા જણાવ્યું હતું કે,સ્ત્રીનું કાર્ય ગૃહિણી પુરતુ સિમિત રહ્યું નથી. હવે બદલાવ આવ્યો છે. પુરુષ સમોવડી બની છે. તેમ છતાં સ્ત્રીઓનું કયાંય શારીરિક શોષણ થતું હોય છે. સ્ત્રી શોષણનો સામનો કરી શકે તે માટે ભારતના બંધારણમાં સુરક્ષાની જોગવાઇઓ છે. પોસ્કો સહિત અનેક કાયદાઓ સ્ત્રીઓને રક્ષણ આપે છે. કાયદાઓની જાણકારી મળે રહે તે માટે જાગૃતિ શિબિર દ્વારા પ્રયાસો થાય છે. તેમણે મહિલાઓ માટે કાર્યરત 181-અભયમ, પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર , મહિલા સુરક્ષા સમિતીઓની જાણકારી આપી હતી. ડીડીઓ તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, નારી શકિત માટે કાયદાનું કવચ ભારતમાં બેસ્ટ છે. કાયદાઓને એક બીજા સાથે શેર કરો, જેથી લોકોમાં વધારે જાગૃતિ આવે.

એડીશનલ સિવિલ જજ આર.જે.યાદવે ઘરેલું હિંસા બાબતે જણાવ્યું હતું કે, ઘરેલું હિંસાની ભોગ બનનાર વ્યકિતની ફરિયાદ પોલીસ કે મેજિસ્ટ્રેટને કોઇપણ નોંધાવી શકે છે. જેમાં સમાજ સુરક્ષા અધિકારીની ફરજો મહત્વતની બની રહે છે. ભોગ બનનારને કાયદાકીય સેવા, આરોગ્ય સુવિધા સાથે સેવાસંસ્થાની પણ મદદ મેળવી શકે છે. ઘરેલું હિંસા પુરવાર થાય તો આરોપીને એક વર્ષની સજા અને રૂ.20 હજારનો દંડ થઇ શકે છે. કાનૂની શિક્ષણ શિબિરમાં એડીશનલ સિવિલ જ્જ. આર.વી.રાજેએ ભરણપોષણના કાયદા અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ મેરેજ એકટ મુજબ ભરણપોષણ સ્ત્રી-પુરુષ બન્ને માંગી શકે છે. કેટલી રકમ મળી શકે તે પરિસ્થિતિને આધીન કોર્ટ નિર્ણય લે છે.

ભરણપોષણ આપવામાં આવે તો કોર્ટ વોરંટ ઇસ્યુ કરે છે. મહિલાઓ જયાં કાર્ય કરે છે, ત્યાં તેનું શોષણ અટકે તે માટે જાતિય શોષણ અટકાવવા કાયદા ઘડયા છે. કાર્યસ્થરળે જાતીય સતામણી ગંભીર ગુનો બને છે. આવા ગુનેગારોને જામીન પણ મળતા નથી. મહિલા સુરક્ષા સમિતિના સભ્ય શિતલબેન સોનીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે મહિલાઓને સશકત બનાવવા પ્રયાસો કર્યા છે. ભારતના સંવિધાનમાં સ્ત્રી-પુરુષને સમાન હક છે.

નવસારી ખાતે મહિલા કાનૂની જાગૃતિ શિબિર યોજાઇ હતી.

કાયદાને એકબીજા સાથે શેર કરો, જેથી લોકોમાં જાગૃતિ આવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો