તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • આઠ બોર કરી મોટર અને ટાંકી મુકાતાં બે ગામના લોકોને પાણી માટે મુશ્કેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઠ બોર કરી મોટર અને ટાંકી મુકાતાં બે ગામના લોકોને પાણી માટે મુશ્કેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદાતાલુકાના સીતાપુર અને નવતાડ ગામનો સંયુક્ત ગતિશીલ ગુજરાત અભિયાન અંતર્ગત લોકદરબાર નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને સીતાપુર ગ્રામપંચાયત હોલ ખાતે યોજાયો હતો.

વાંસદા તાલુકાના સીતાપુર અને નવતાડ ગામનો સંયુક્ત લોકદરબાર નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ભરાડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દરબારમાં વિવિધ પ્રશ્નોની લોકો દ્વારા રજૂઆત કરાઈ હતી. જેમાં સીતાપુર ગામના સરપંચ રાજુભાઈ ચૌધરી અને નવતાડ ગામના સરપંચ હસમુખભાઈ ગામીત દ્વારા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે સીતાપુર અને નવતાડ ગામે ત્રણ વર્ષ અગાઉ આઠ પાણીના બોર કરાયા હતા પરંતુ સંબંધિત વિભાગ દ્વારા આઠેય બોરમાં મોટર, હેન્ડપંપ અને ટાંકી બનાવી હોવાથી લોકો પાણી માટે છેલ્લા ત્રણ વર્ષથી હાડમારી વેઠી રહ્યા છે. આઠેય બોર પર મોટર, હેન્ડપંપ અને ટાંકી બનાવવાની ચારથી પાંચ વાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા એકબીજા પર ખો આપી સમસ્યાનું નિરાકરણ કર્યું નથી. જ્યારે ઉપરોક્ત બંને ગામો જ્યોતિર્ગ્રામ યોજના અંતર્ગત આવરી લેવાયા હોવા છતાં બને ગામોમાં છેલ્લા કેટલાય વર્ષોથી લો વોલ્ટેજની સમસ્યા છે.

અંગે પણ વારંવાર સંબંધિત વિભાગને જાણ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સરપંચ રાજુભાઈ ચૌધરીએ વધુમાં રજૂઆત કરી હતી કે વર્ષમાં વઘઈ-સાપુતારાને જોડતો સીતાપુર-મહુવાસ રસ્તા વચ્ચેનો ડુબાઉ કોઝવે રૂ. 50 લાખના ખર્ચે મરામત કરાયો છે પરંતુ કોઝવેની ઉંચાઈ જોઈએ તેટલી વધારવામાં આવી નથી. જેથી હજી કોઝવે પરથી પાણી વહે છે. જેથી બાળકોને શાળાએ જવા માટે મુશ્કેલી પડવા સાથે વાહનવ્યવહાર બંધ થઈ જાય છે. સીતાપુર ગામે સ્મશાન રસ્તા પાસેના કોતરની પિચિંગ પર પણ પાણી ભરાય છે. રજૂઆત કરાતા જિલ્લા પોલીસ અધિક્ષક ભરાડાએ રજૂઆતો સંબંધિત વિભાગને લેખિત જાણ કરી સત્વરે સમસ્યાનું નિરાકરણ કરાશે એવી ખાતરી આપી હતી.

સીતાપુર-નવતાડ ગામનો લોકદરબાર યોજાયો હતો.

અન્ય ગામમાં પણ રસ્તા અને પાણી મુદ્દે રજૂઆત

અત્રેઉલ્લેખનીય છે કે ગતિશિલ ગુજરાત અંતર્ગત વાંસદાના કુકડા, દુબળ ફળિયા, સરા, ઢોલુમ્બર ગામે પણ લોકદરબાર યોજાયો હતો ત્યાં પણ 50થી વધુ પાણી, રસ્તા અને વીજળીના પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ભરાડા, સિનિયર પીએસઆઈ જે.વી. ચાવડા અને કાર્યપાલક ઈજનેર સહિત સરપંચો, તલાટી અને આગેવાનો હાજર રહ્યા હતા.

સીતાપુર અને નવતાડ ગામે લોકદરબાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો