તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ચોથા માળે લિફ્ટનો દરવાજો ખૂલી જતાં પટકાયેલા વૃદ્ધનું મોત નીપજ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોથા માળે લિફ્ટનો દરવાજો ખૂલી જતાં પટકાયેલા વૃદ્ધનું મોત નીપજ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીડેપો નજીક આવેલા કે.કે. પ્લાઝામાં લિફ્ટમાં પટકાયેલા આધેડનુ ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું.

નવસારી ડેપો નજીક આવેલા કે.કે. પ્લાઝા બિલ્ડિંગમાં 75 વર્ષીય વૃદ્ધ મગનભાઈ લક્ષ્મણભાઈ રબારી (રહે. દાંતેજ, નવસારી) બિલ્ડિંગમાં ચોથા માળે દૂધ આપવા ગયા હતા. દરમિયાન તેઓ પરત ગ્રાઉન્ડ ફલોર પર આવવા માટે લિફ્ટ પાસે પહોંચી બટન દબાવ્યું હતું. વખતે દરવાજો ખુલી જતાં મગનભાઈ રબારી લિફ્ટમાં જવા આગળ ધસી ગયા હતા પરંતુ દરમિયાન લિફ્ટ પહોંચી નહતી અને લિફ્ટનો દરવાજો ખુલી ગયો હતો. જેથી લિફ્ટ આવી એવુ સમજી લિફ્ટમાં ગયેલા વૃદ્ધ ચોથા માળેથી સીધા નીચે પટકાયા હતા. વખતે લિફ્ટ ચાલુ હતી અને લિફ્ટ નીચે જઈ રહી હતી. લિફ્ટના ખાના પર વૃદ્ધ પડતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે લિફ્ટ અટકી પડી હતી અને વખતે લિફ્ટમાં બેઠેલી યુવતીએ બૂમાબૂમ કરતા બિલ્ડિંગમાં હાજર દુકાનદારો દોડી આવ્યા હતા અને વૃદ્ધને ફાયરબ્રિગેડની મદદથી બહાર કાઢી સારવાર અર્થે પારસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર ઈજાને પગલે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

લિફ્ટ પર કોઈક પડ્યાનો અવાજ આવ્યો

^હુંચોથા માળેથી લિફ્ટમાં નીચેની તરફ જઈ રહી હતી ત્યારે અચાનક લિફ્ટના ઉપરના ભાગે કોઈ પડ્યું હતું અને બચાવવા બૂમ મારી હતી. વખતે લિફ્ટ અટકી ગઈ હતી. > શિવાનીચાહવાલા

નવસારી ડેપો નજીક એપાર્ટમેન્ટ. તસવીર-ભાસ્કર

નવસારી ડેપો નજીક આવેલા કે.કે.પ્લાઝામાં બનેલો બનાવ

દાંતેજ ગામના વૃદ્ધ એપાર્ટમેન્ટમાં દૂધ આપવા આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો