• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Navsari
  • Navsari - વિજલપોર પાલિકાના નારાજ જૂથના સભ્યોની ભરતસિંહ મુલાકાત લેશે

વિજલપોર પાલિકાના નારાજ જૂથના સભ્યોની ભરતસિંહ મુલાકાત લેશે

નવસારીને અડીને આવેલા વિજલપોર પાલિકાના ભાજપના સભ્યોમાં ભંગાણ પડતા નારાજ જૂથ સાથે આગામી દિવસોમાં ભાજપ મોવડી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:07 AM
Navsari - વિજલપોર પાલિકાના નારાજ જૂથના સભ્યોની ભરતસિંહ મુલાકાત લેશે
નવસારીને અડીને આવેલા વિજલપોર પાલિકાના ભાજપના સભ્યોમાં ભંગાણ પડતા નારાજ જૂથ સાથે આગામી દિવસોમાં ભાજપ મોવડી મંડળના ભરતસિંહ મુલાકાત લેશે.

વિજલપોર પાલિકામાં ભગવો લહેરાયા બાદ ભાજપના તમામ સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવનિયુક્ત પ્રમુખ જગદીશ મોદીને પ્રમુખ તરીકેનું સુકાન સોંપવામાં આવ્યું હતું પરંતુ હવે તેમની સામે જ ભાજપના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમની સામે જ અવિશ્વાસ દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. પાલિકાના નારાજ જૂથના તમામ સભ્યોને કમલમ ખાતેની બેઠકમાં ભાજપના નવસારી જિલ્લા મોવડી મંડળના અગ્રણીઓએ મનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેનું કોઈ યોગ્ય પરિણામ આવ્યું ન હતું. જેને લઈ આગામી દિવસોમાં આ નારાજ 13થી વધુ ભાજપના સભ્યો સામે પ્રદેશ કક્ષાએથી ભરતસિંહ મુલાકાત કરશે. આગામી બેથી ત્રણ દિવસમાં જ તેઓ નવસારી પહોંચશે એન કમલમ ખાતે બેઠકનો દોર શરૂ થાય તેવી શક્યતા છે.

X
Navsari - વિજલપોર પાલિકાના નારાજ જૂથના સભ્યોની ભરતસિંહ મુલાકાત લેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App