Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - નવસારીમાં ઈકો ફ્રેન્ડલી રીતે શ્રીજી પ્રતિમાનું ધામધૂમથી વિસર્જન કરાયું

નવસારીમાં ઈકો ફ્રેન્ડલી રીતે શ્રીજી પ્રતિમાનું ધામધૂમથી વિસર્જન કરાયું

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:06 AM

નવસારી | ઈનરવ્હિલ કલબ ઓફ નવસારીના એક સભ્ય ડો. પલ્લવીબેન ચિરાગભાઈ ગાંધીને ત્યાં માટીના શ્રીજીની મૂર્તિની દોઢ દિવસ...

  • Navsari - નવસારીમાં ઈકો ફ્રેન્ડલી રીતે શ્રીજી પ્રતિમાનું ધામધૂમથી વિસર્જન કરાયું
    નવસારી | ઈનરવ્હિલ કલબ ઓફ નવસારીના એક સભ્ય ડો. પલ્લવીબેન ચિરાગભાઈ ગાંધીને ત્યાં માટીના શ્રીજીની મૂર્તિની દોઢ દિવસ માટે સ્થાપના કરાઈ હતી. તેમણે શ્રીજીનું વિસર્જન પોતાના ઘરે અગાસીમાં પાણી ભરેલા ટબમાં કર્યું હતું. આ સાથે પાણીમાં ખાતર અને ફૂલ પણ નાંખ્યા હતા. જેથી એ પાણી અને માટીનું એક સુંદર ખાતર તૈયાર થાય અને તેમની ટેરેસ ગાર્ડનમાં તેનો ખાતર તરીકે ઉપયોગ થાય. આમ પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે ઈકો ફ્રેન્ડલી રીતે શ્રીજીનું વિસર્જન કર્યું હતું. જે સમાજમા એક સુંદર ઉદાહરણ પુરું પાડ્યું હતું. આ પ્રસંગે કલબના પ્રમુખ રક્ષાબેન, સેક્રેટરી નૂતનબેન અને ડો. પલ્લવીબેનના હોસ્પિટલના સ્ટાફે હાજરી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ