Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - જિલ્લા કક્ષાએ નાટ્ય સ્પર્ધામાં રાનકુવા હાઈસ્કૂલ વિજેતા બની

જિલ્લા કક્ષાએ નાટ્ય સ્પર્ધામાં રાનકુવા હાઈસ્કૂલ વિજેતા બની

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:06 AM

150મી ગાંધીજયંતી અવસરે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની શાળામાં ગાંધીજીવનના સત્ય, અહિંસા, પ્રમાણિકતા,...

  • Navsari - જિલ્લા કક્ષાએ નાટ્ય સ્પર્ધામાં રાનકુવા હાઈસ્કૂલ વિજેતા બની
    150મી ગાંધીજયંતી અવસરે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની શાળામાં ગાંધીજીવનના સત્ય, અહિંસા, પ્રમાણિકતા, સ્વચ્છતા, કરૂણના પ્રેરક પ્રસંગો વિદ્યાર્થીઓ જીવનમાં ઉતારે એ માટે પ્રથમ શાળા કક્ષાએ એસ.વી.એસ અને જિલ્લા ઝોન કક્ષાએ નાટ્ય સ્પર્ધાનું આયોજન થયું હતું. નવસારી જિલ્લાની 148 ગ્રાન્ટેડ-નોનગ્રાન્ટેડ શાળામાં શિક્ષણાધિકારી કે.એફ.વસાવાના માર્ગદર્શનથી સ્પર્ધા સંપન્ન થઈ હતી. વિજેતા કૃતિ એસ.વી.એસ કક્ષાએ પ્રદર્શિત થઈ હતી. જેમાંથી નવસારી જિલ્લાના એસ.વી.એસ 1,2,3માંથી શ્રેષ્ઠ કૃતિ વચ્ચે શેઠ આર.જે.જે. શાળામાં સ્પર્ધા યોજાઈ હતી. નિર્ણાયક તરીકે નાટ્યકાર હેમલ ભટ્ટની ટીમે કામગીરી કરી હતી. સ્પર્ધામાં બી.એલ. પટેલ સર્વવિદ્યામંદિર રાનકુવાની ટીમ વિજેતા જાહેર થઈ છે, જે ઝોન કક્ષાએ ભાગ લેશે. શિક્ષક પરેશભાઈ દેસાઈ, ડાયરેકટર તરીકે નાટક તૈયાર કર્યું હતું.

    નાટ્ય સ્પર્ધામાં રાનકુવા હાઈસ્કૂલ વિજેતા બની હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ