નહેર ખુલ્લી કરાવવા નવસારી ધારાસભ્યની કલેકટરને રજૂઆત

નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:06 AM
Navsari - નહેર ખુલ્લી કરાવવા નવસારી ધારાસભ્યની કલેકટરને રજૂઆત
નવસારી જિલ્લા કલેકટરાલયના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર ડો. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. કલેકટરે નિવૃત્ત કર્મચારીઓના પેન્‍શન કેસ સંદર્ભે જણાવ્‍યું હતું કે, નિવૃત્ત થનાર કર્મચારીઓને સત્વરે પેન્શન મળે કર્મચારીઓનું પેન્શન બાકી ન રહે તે જોવા અધિકારીઓને જણાવ્યું હતું.

સંકલન સમિતિ બેઠકમાં નવસારીના સાંસદ સી.આર.પટીલ, નવસારીના ધારાસભ્‍ય પિયુષભાઇ દેસાઇ, ગણદેવીના ધારાસભ્‍ય નરેશભાઇ પટેલના વિવિધ લોકપ્રશ્નો રજૂ કર્યા હતાં. નવસારીના સાંસદના પ્રશ્નો અંબાચ ગામનો રસ્તો ખુલ્લો કરવા બાબત, છીણમ ગામે કાયમી પાણી નિકાલ તેમજ પ્રોટકશન વોલ, હાઉસીંગ બોર્ડના મકાનધારકોને કબજો બાબતના પ્રશ્નો રજૂ કર્યા હતા, જયારે ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ ગેસ કનેકશન, મજૂરોને રોજગારી, કેમીકલ ફેકટરી સામે કાર્યવાહી, નહેર ખુલ્લી કરવા, ટ્રાન્સફોર્મર ખસેડવા, સરકારી તળાવના વહીવટ બાબતે, જીઇબી મીટર બાબત, જીઇબીના પ્રશ્નો, મા-કાર્ડ, એન.ઓ.સી., ચેકડેમના પાણીના કારણે ધોવાણ અટકાવવા, રીવાઇઝ પેન્‍શન તેમજ ગણદેવીના ધારાસભ્‍ય નરેશભાઇ પટેલે સેવા સેતું કાર્યક્રમોમાં મા-કાર્ડ માટે જરૂરી દાખલા સરળતાથી મળે એવી રજૂઆત કરાઇ હતી.

X
Navsari - નહેર ખુલ્લી કરાવવા નવસારી ધારાસભ્યની કલેકટરને રજૂઆત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App