તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Navsari મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીએ જલાલપોરમાં સફાઇ

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીએ જલાલપોરમાં સફાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજી ઓક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે જલાલપોર ગામમાં ચાર સંસ્થાઓ જલાલપોર ગ્રામ વિકાસ સહકારી મંડળી, જલાલપોર દૂધ ઉત્પાદક મંડળી, મીઠાકુવા યુવક મંડળ અને સ્વસ્તિક સાર્વજનિક ગણેશ મંડળના સહયોગથી ત્રણ મહત્વના સમાજોપયોગી અને જાહેર હિતના કાર્યોને શુભારંભ થયો. આ પર્વ નિમિત્તે જલાલપોર પોલીસ સ્ટેશનથી જનતા હાઇસ્કુલ સુધી સ્વચ્છતા અભિયાન આદરી રસ્તાની આજુબાજુ ઝાડી-ઝાંખરા કાપી, ગંદકી દૂર કરી રસ્તાને સ્વચ્છ બનાવવામાં આવ્યો.

આ ઉપરાંત જેના નામ ઉપરથી મીઠાકૂવા વિસ્તાર છે એ વડવાઓના વખતના મીઠાકૂવાનો પશુને પાણી પીવાના હવાડાનો જીર્ણોધ્ધાર કરવાનું બીડું જલાલપોર ગ્રામ વિકાસ સહકારી મંડળી દૂધ સહકારી મંડળી અને મીઠાકૂવા યુવક મંડળે ઉપાડતા એનું જીર્ણોધારનું ખાતમૂહુર્ત જલાલપોર ગ્રામ વિકાસ સહકારી મંડળીના પ્રમુખ નટુભાઇ મણીભાઇ નાયકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મીઠાકૂવા યુવક મંડળ દ્વારા મીઠાકૂવા વિસ્તારની સુરક્ષા માટે C.C.T.V કેમેરાનું લોકાર્પણ નવસારી નગર પાલિકાના પ્રમુખ કાંતિભાઇ ભીખાભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જલાલપોર મંડળીના હોદ્દેદારો, મીઠાકૂવા યુવક મંડળના ભાઇઓ અને બહેનો અને ગામના અગ્રણીઓ હાજર રહી આ ઉજવણીને સાર્થક કરી હતી. સહકારી અગ્રણી નટુભાઇ નાયકનું 75 વખત ‘O’ Nagative રક્તદાન અને ગામના અગ્રણી કાંતુભાઇ પટેલનું નગરપાલિકાના પ્રમુખ તરીકે વરાયા જેનું ગૌરવ સન્માન કરાયું.

અન્ય સમાચારો પણ છે...