તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Navsari નવસારી હાઇસ્કૂલની કૃતિને વિજ્ઞાન મેળામાં પારિતોષિક

નવસારી હાઇસ્કૂલની કૃતિને વિજ્ઞાન મેળામાં પારિતોષિક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે આવેલ જીઆઇડીસી એન્જિનિયરિંગ કોલેજના ઉપક્રમે તાજેતરમાં એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચ.સી. પારેખ નવસારી હાઇસ્કૂલ અને સીમા પટેલ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ-નવસારીએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. શિક્ષક વિપુલભાઇ ટંડેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ નિલજ કોકણી, જય ટંડેલ અને ઉર્વેશ દોડિયાએ રજૂ કરેલ ‘હાઇડ્રોપોનીક્સ ફાર્મિંગ’ ની કૃતિને પ્રથમ પારિતોષિક મળ્યું છે.

શિક્ષિકા ડો. વૈશાલી પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ જન્મેજય રાઠોડ, બાદલ ડોબરિયા, દિવિત ટંડેલ અને જૈનૈન પટેલે રજૂ કરેલ ગ્રીન રીવોલ્યુશન ઇન ફ્યુઅલ સીસ્ટમની કૃતિને રૂ. 15000 નું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે.

આ ઉપરાંત શિક્ષિકા ખુશબૂ શર્માના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ વિશાલ વાઘ, કુમારી કિંજલ, કુમારી રીયા મિસ્ત્રી અને ગૌરવ વાઘે તૈયાર કરેલ ‘કાર-ટી-સેલ થેરાપી’ ની કૃતિને પણ રૂ.1500 નું દ્વિતીય પારિતોષિક એનાયત થયું છે. નવસારી કેળવણી મંડળના પ્રમુખ ગિરીશભાઈ દેસાઇ, ઉપપ્રમુખ ઠાકોરભાઇ નાયક, મંત્રી તુષારકાંત દેસાઇ અને આચાર્ય રાજેષભાઇ ટંડેલે માર્ગદર્શન શિક્ષકો ભાગ લેનાર વિદ્યાર્થી ભાઇ-બહેનોને હાર્દિક અભિનંદન પાઠવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...