નવસારીમાં મેડિકલ કેમ્પનો 400થી વધુ લોકોએ લાભ લીધો
નવસારીવરિષ્ઠ નાગરિક રાણા સમાજ મંડળ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ નવસારી રાણા સમસ્ત પંચ વાડી ખાતે યોજાયો હતો. કેમ્પમાં 400થી વધુ લાભાર્થીઓ લાભ લીધો હતો .
નવસારી વરિષ્ઠ નાગરિક રાણા સમાજ મંડળ દ્વારા નવસારી પંથકના રાણા જ્ઞાતિ માટે મફત મેડિકલ શિબિર રવિવારે રાણા સ્ટ્રીટ, નવસારી રાણા સમસ્ત પંચ વાડી ખાતે યોજાયો હતો. મેડિકલ શિબિરનું દીપ પ્રાગટ્ય સમાજની અગ્રણી મહિલાનાં હસ્તે કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મફત મેડિકલ કેમ્પમાં નવસારીના નિષ્ણાંત ડોકટરોની ઉપસ્થિતિમાં આંખની તપાસનાં 174 લાભાર્થીઓ, જનરલ બોડી ચેકઅપમાં 56, ચામડીના રોગોના 68 અને અન્ય સારવાર સાથે નાના બાળકોના રોગોનું નિદાન માટે 20 લાભાર્થીઓએ મેડિકલ તપાસ મેળવી વિનામૂલ્યે દવા પણ પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં નવસારી વરિષ્ઠ નાગરિક રાણા સમાજ મંડળનાં સ્થાપક જગમોહન રાણા, પ્રમુખ શાંતિલાલ રાણા, ટ્રસ્ટી રમેશભાઈ હેપી મસાલાવાલા, હરીશભાઈ રાણા, નવસારી રાણા સમાજ પ્રમુખ પ્રવીણભાઈ રાણા તેમજ મહાનુભાવો અને યુવાનો સાથે નવસારી શહેર તથા આજુબાજુના રાણા જ્ઞાતિનાં ભાઈ-બહેનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.
મેડિકલ કેમ્પમાં લાભાર્થીઓની તપાસ કરતા ડોકટરો. તસવીર-રાજેશરાણા