નવસારીની ફર્નિચરની દુકાનો જીએસટીના વિરોધમાં પુન: બંધ
ફર્નિચરઉપર 28 ટકા જીએસટી લાદવાનો સરકારે નિર્ણય લેતા તેના વિરોધમાં નવસારીમાં આજે 26મીએ ફર્નિચરની દુકાનો બંધ રહી હતી. દુકાનો 27મી અને 28એ પણ બંધ રહેશે. કેન્દ્ર સરકાર 1લી જુલાઈથી સમગ્ર દેશમાં જીએસટી કાયદો અમલી બનાવી રહી છે. સરકારે વિવિધ ચીજવસ્તુઓ માટે જીએસટીના દર પણ જાહેર કર્યા છે. જે અંતર્ગત ફર્નિચર ઉપર 28 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લીધો છે. ફર્નિચર ઉપર 28 ટકા જેટલો વધુ જીએસટી જાહેર કરાતા દેશભરના ફર્નિચરના વેપારીઓએ વિરોધ કર્યો છે. જે અંતર્ગત નવસારીમાં પણ ફર્નિચર વેપારીઓએ વધુ જીએસટીનો વિરોધ કરી 19મીએ દુકાનો બંધ રાખી એક આવેદનપત્ર પણ કલેકટરને સુપરત કર્યું હતું.
19મીના બંધ છતાં સરકારે જીએસટી ઘટાડવા મુદ્દે કોઈ નિર્ણય જાહેર કરતા 26થી 28 ત્રણ દિવસ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ...અનુસંધાન પાના નં. 2
26થી 28મી સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો