તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનેક સરકારી...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અનેક સરકારી...

વેતનઅને નોકરીની સુરક્ષા માટે જિલ્લા કક્ષાએ ઉચ્ચ અધિકારીઓને આવેદન આપ્યા બાદ 17મીથી હડતાળ ઉપર ઉતરી ગયા છે. આજે સોમવારે સતત ત્રીજા દિવસે પણ કોન્ટ્રાકટ, રોજમદાર યા આઉટસોર્સના કર્મચારીઓની હડતાળ જારી રહેતા અનેક સરકારી યોજનાઓના કામો લગભગ ઠપ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ જિલ્લા, તાલુકા તથા ગ્રામ કક્ષાના કર્મચારીઓ મળી કુલ 252 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. જિલ્લા કક્ષાએ તો 30થી વધુ કર્મીઓ હડતાળમાં જોડાયા અને માત્ર 3 કર્મચારીઓ ફરજ ઉપર રહેતા જિલ્લા ગ્રામવિકાસ એજન્સીની કચેરી સુમસામ ભાસતી નજરે પડી હતી. મોટાભાગના કામો ખોરવાઈ ગયા છે.

બર્ડફિડર.....

પરંતુતેમની નવી પહેલની ખુબ સરાહના કરવામાં આવી રહી છે. ચાર મહિનામાં તેમણે હજાર બર્ડ ફિડર અને હજાર પાણીના કુંડા ડાંગ સહિત સરહદી જિલ્લામાં વહેંચ્યા છે. તેઓ સાથે વાત કરતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોના ઘણાં ફોન આવે છે સાધનો માટે જેથી હજુ એક હજાર જોડીનો ઓર્ડર કર્યો છે. ઉનાળામાં સાધનોની ખુબ માગ ઉઠી છે. બર્ડ ફિડર અને કુંડાની જોડીના સાથે સાથે આગામી દિવસોમાં રાજેશભાઈ ચકલીઓનો માળો પણ બનાવવા માગે છે. જેથી શહેરી વિસ્તારોમાં તે ખુબ ઉપયોગી સાબિત થશે. જેમને પણ સાધનોની જરૂર હોય તો પ્રકૃતિ મંડળ, સોનગઢ, જિ. તાપી મો.નં. 7878553500, 9537499195નો સંપર્ક કરવા જણાવાયું છે.

નવસારી.....

બેંકોનીડિપોઝીટ જોઈએ તો 17443 કરોડ હતી. આમ સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2016ના ત્રણ મહિનામાં 1632 કરોડ રૂપિયાની ડિપોઝીટ વધી હતી. જેની સામે ડિસેમ્બર 2015થી સપ્ટેમ્બર 2016ના 9 મહિનામાં માત્ર 1080 કરોડ રૂપિયાની ડિપોઝીટ વધી હતી.

સ્ટ્રીટલ.....

રહ્યાહતા. અચાનક તેમને વીજકરંટ લાગતા તેઓ થાંભલા પરથી નીચે પટકાયા હતા. તેઓ વીજ કરંટથી ગંભીર રીતે દાઝી ગયા હતા. શરીરના પાછળના ભાગે અને ડાબા હાથમાં તેઓ વધારે દાઝી ગયા હતા. તેઓ થાંભલા પરથી નીચે પટકાયા ત્યારે ડીપી પર પડતા વધારે ઈજા પહોંચી હતી. તેમને માથાના ભાગે પણ ઈજા થઈ હતી. ઘટનાને પગલે તાત્કાલિક સ્થાનિક રહીશો તેમને નવસારીની પારસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના અંગે હોસ્પિટલના ડો. મેઘાબેને નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસે તેની રાત્રે 9 કલાકની આસપાસ નોંધ લઈ દઈ આગળની કાર્યવાહી હે.કો. નારાયણ શાંતસ્વરૂપે હાથ ધરી છે.

સાતેમગા .....

ખાતેદીપડા માટે પાંજરુ ગોઠવ્યું હતું. આખરે આજે કદાવર દીપડો મળસ્કે 3.30 કલાકની આસપાસ પાંજરામાં પુરાયો હતો. સવારે લોકોને ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પાંજરે પુરાયેલા દીપડાને જોવા લોકો ધસી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણાં સમયથી દીપડાની જોડ સાતેમ વિસ્તારમાં ફરી રહ્યાની લોકોને જાણ થતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. હવે એક દીપડો પાંજરે પુરાતા લોકોને થોડી રાહત થઈ છે પરંતુ લોકો પણ અન્ય દીપડાના ભયમાં છે.

ઘટના સંદર્ભે ગામના અગ્રણી જનકભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોમાં હજીપણ થોડો ડર છે. જો બંને દીપડા પાંજરે પુરાય તો લોકોના મનમાં ઘર કરી ગયેલો ડર ઓછો થાય તેમ છે. હાલ દીપડાનો કબજો વન વિભાગના કર્મચારીઓએ લીધો છે.

બીલીમોરા.....

બજેટમાંમુકવામાં આવ્યા હોય તે કામો ઝડપથી પુરા કરવાની રજુઆત સભામાં કરી હતી. સભાની શરૂઆતમાંજ શાસક પક્ષના સભ્ય મનીષભાઇ દેસાઇ (ગુલીટ)એ તેમના વોર્ડના બે કામો કારોબારી સમિતીના મામલે મિટિંગમાં સમાવિષ્ટ કરવા છતાં રજુ થયેલા એજન્ડામાં તેની કયા કારણોસર બાદબાકી કરવામાં આવી તે બદલ સભા ગજવી મુકી હતી. વધુમાં મનિષભાઇ દેસાઇએ પાલિકામાં થતા કામોની મોટી યાદી સભામાં રજુ કરતા જણાવ્યું કે પાલિકાની નવી ઇમારત નીચેની દુકાનોની હરાજી હજી થવા બદલ દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

તે સાથે જીવાજીરૂપાજી ધર્મશાળાની હરાજી પણ થવાનું કરી તે હજી કોર્ટ મેટર હોવાથી તેમાં પ્રમુખ અંગત રસ દાખવી પાલીકાની આવક વધારવા પ્રયાસો કરવા તેમણે રજુઆત કરી હતી.તેમણે બજેટમાં સમાવિષ્ટ પાણી પુરવઠાના પણ ઘણા બાકી કામોને પુરા કરવા ઇજારદારને તાકીદ કરવા જણાવ્યું હતું.તેમજ ડ્રેનેજ પણ 90 ટકા બાકી કામો પણ ઇજારદાર પાસે વહેલા પુરા કરાવવા જણાવ્યું હતું.તેમજ ટાટા હાઇસ્કુલમાં પાલીકા બનાવવા જઇ રહેલ કોમ્યુનીટી હોલ પણ માત્ર શૈક્ષણિક કાર્ય માટેજ વપરાય તેવી પણ તેમણે તાકીદ કરી હતી.વધુમાં ઘણી બધી દરખાસ્તો કરવામાં આવે છે,તો તેની ગ્રાન્ટ પણ સરકારમાંથી વહેલી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ તેમજ પાલીકાની આવકમાં કઇ રીતે વધારો થાય તે અંગે યોગ્ય કાર્ય કરવા માટે જણાવી પાલીકાની આવકના રસ્તા વધુ ઉભા કરવાની વાતો જણાવી હતી.

કુંભાર.....

પં.નીહાલની ચૂંટાયેલી બોડી દ્વારા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાયેલા હોવા છતાં તેમની સાથે ઓરમાયુ વર્તન દાખવાતું હોવાનું અને તેમને મિટિંગના એજન્ડા પણ નહીં જણાવાતા હોવાથી ભારોભાર અસંતોષની લાગણી સાથે પંચાયતના સભ્યો પૈકી જીતેન્દ્રભાઈ સી. પટેલ, જીજ્ઞેશકુમાર સી. મિસ્ત્રી, રાકેશભાઈ જી. પટેલ તથા કિરીટભાઈ સોલંકીએ ગ્રા.પં.ના તલાટી કમ મંત્રીને ઉદ્દેશીને પોતાના રાજીનામા ધરી દીધા છે. જોકે રાજીનામા સ્વીકારવાની સત્તા ફક્ત સરપંચ અથવા તો તાલુકા વિકાસ અધિકારીને હોવાથી તલાટી કમ મંત્રી પણ રાજીનામા બાબતે વિમાસણમાં મુકાઈ ગયા હતા. જોકે રાજીનામા અંગે ગામના સરપંચે તે સ્વીકારી લેવાનો દિશાનિર્દેશ આપી દીધા છે પરંતુ પંચાયતધારા પ્રમાણે તલાટી કમ મંત્રી પંચાયત સભ્યનું રાજીનામુ સ્વીકારી શકતા નથી.

આવા સંજોગોમાં સરકારી પ્રતિનિધિ તરીકે તલાટી કમ મંત્રી માટે રાજીનામુ સ્વીકારવા અંગે અનેક પ્રશ્નો ઉભા થતા રાજીનામા સ્વીકારવા કે નહીં તે અંગેનો વિવાદ ઉભો થયો છે. હાલ બાબતને લઈ અનેક તર્કવિતર્ક શરૂ થતા કુંભાર ફળિયા ગામ પુન: એક વખત ચર્ચામાં આવી ગયું છે.

પહેલા પાનાનું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો