તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • જ્યારે મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો યાચના કરવી પડે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યારે મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો યાચના કરવી પડે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતસાહિત્ય અકાદમી ગાંધીનગર અને જયઘોષ થિયેટર નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારીમાં કાવ્યસત્ર શેઠ આર.જે.જે. હાઈસ્કૂલના જોખી હોલમાં યોજાયો હતો. કાવ્યસત્રનો પ્રારંભ કવિઓ તથા સાહિત્ય અકાદમીના મહામાત્ર મનોઝ ઓઝા, પિયુષ ભટ્ટના હસ્તે કરાયા બાદ જયઘોષ થિયેટર નવસારીના સભ્યોએ આમંત્રિત કવિઓનું સ્વાગત કર્યું હતું.

કાવ્યસત્રના સંચાલકરૂપે સુરતના ખ્યાતનામ કવિ કિરણ ચૌહાણે કહ્યું ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો આખી જિંદગી યાચના કરવી પડે. કાવ્ય સત્રમાં કવિઓએ સુંદર કૃતિઓ પેશ કરી શ્રોતાઓના મન મોહી લીધા હતા.

કવિપ્રશંત સોમાણી : સગાવહાલાબધા પૂછે છે તબિયત કેમ છે, ખબર હોવા છતાં બધા પૂછે છે તબિયત કેમ છે. પુરાવો કોઈપણ સદ્ધર નથી મળતો, મળે છે નાદ શંકર નથી મળતો. કવિયત્રી હર્ષિતા પટેલ : મેં કહ્યું ચોતરફ અન્યાય છે, આંખ મીચીં સહુ કહે દેખાય છે.

કવિવિપુલ માંગરોલીયા : સંદેશતારા પ્રેમનો હું તો પઢી ગયો, અટવાયું આખુ ગામ ટપાલથી.

કવિડો. વિવેક ટેલર : અડધીરમતથી ઉઠવાની છૂટ છે, તારી શરતથી જીતવાની છૂટ છે.

કવિગૌરાંગ ઠાકર : ચલણશું આચરણમાં પણ તમે હદ કરી નાંખી, તમે ધારો તો સંસદમાં પણ સરહદ કરી નાંખો. કંઈ એવું કરી સૌને ગદગત કરી નાંખો, ઘણાં પાસે જન્મોની ઉદાસી રદ કરી નાંખો.

કવિયત્રીપ્રજ્ઞા વશી : ભીતરવેદનાની બજારો ભરુ છું, સુખી છુ એવો નજારો કરું છું.

કવિકિરણસિંહ ચૌહાણ : જીવુછું ખુદારી સાથે મારી સ્પર્ધા મારી સાથે, મરવાની તૈયારી સાથે પણ જીવીશ તો તારી સાથે, સૌના ઈશ્વર ગાયબ છે પુજારી સાથે.

કવિડો. મુકુલ ચોકસી : હોભીડમાં સારુ બધામાં ભળી જવાય, એકાંતમાં સારુ એકલાને મળી જવાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો