તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • જ્યાં સુધી પરિચય થાય ત્યાં સુધી ગ્રંથ ઉપર પ્રેમ જાગેે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યાં સુધી પરિચય થાય ત્યાં સુધી ગ્રંથ ઉપર પ્રેમ જાગેે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંઈચેરિટેબલ ટ્રસ્ટ નવસારી આયોજિત શ્રીમદ ભાગવદ કથા નવસારી સબજેલમાં ચાલી રહી છે. કથાના બીજા દિવસે કથા પ્રારંભે વ્યાસપૂજા અને પોથીપૂજન હરીશભાઈ મંગલાણી સપરિવાર તથા જેલ અધિક્ષક દેસાઈ, કથાના મુખ્ય યજમાન મહેશભાઈ રૂપારેલીયા વગેરેના હસ્તેકરાઈ હતી. કથા પ્રારંભે સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટના જીતેન્દ્ર પટેલે પ્રાસંગિક વાતો કરી હતી.

નવસારી સબજેલમાં 300 કેદીઓને શ્રીમદ ભાગવદ કથાના માધ્યમ થકી સત્સંગ કરાવી રહેલા કથાકાર ભાગવતાચાર્ય ભરતભાઈ વ્યાસ કથાના બીજા દિવસે કથા પ્રવાહને આગળ વધારતા જણાવ્યું કે જ્યાં સુધી પરિચય થાય ત્યાં સુધી ગ્રંથ ઉપર પ્રેમ જાગે. પ્રેમ જાગે ત્યાં સુધી વિશ્વાસ જાગે.

પરિચય થાય ત્યારે પ્રેમ અને વિશ્વાસ જાગે. જે પણ જીવ ભાગવદની કથા સાંભળશે, ગાશે તે જીવ પુણ્યશાળી બનશે. આપણે કેવું જીવીએ તે મહત્ત્વનું છે કેટલું જીવ્યા તે મહત્ત્વનું નથી. સુખી થવા માટે માણસ, કપડાં, ખોરાક, સગા બદલે પરંતુ પોતાનો સ્વભાવ બદલતો નથી. આપણા સુખનું કારણ અને આપણા દુ:ખનું કારણ આપણે છીએ. કોઈ આપણને સુખી કરી શકે. કોઈ આપણને દુ:ખી કરી શકે.

આપણા સુખ-દુ:ખનું કારણ આપણુ મન છે. જ્ઞાન સમજણ આપે અંતરનું સુખ આપે. જેનેય યોગ્ય ગુરૂ મળ્યા છે તેનું કલ્યાણ થયું છે. જ્યારે બન બગડે ત્યારે આપણા ગુરૂ પાસે જવું. મન શાંત થશે.

નવસારી જિલ્લા સબજેલમાં સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ભરતભાઇ વ્યાસની ભાગવત કથાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો