તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનેક સરકારી યોજનાનાં કામો ખોરવાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક ચાલતી યોજનાના 250 જેટલા કર્મચારીઓ ત્રીજા દિવસે પણ હડતાળ ઉપર રહેતા અનેક સરકારી યોજનાઓના કામો ખોરવાઈ ગયા હતા.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓ જિલ્લા ગ્રામવિકાસ એજન્સી હસ્તક ચાલે છે. યોજનાઓમાં મનરેગા, મિશન મંગલમ, સ્વચ્છ ભારત યોજના, વોટર શેડ, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરેનો સમાવેશ થાય છે. યોજનાઓને કારગર કરવા માટે સરકારી તંત્રમાં ઘણાં કર્મચારીઓ સેવા બજાવે છે. યોજનાઓમાં કામ કરતા કાયમી કર્મચારીઓ તો ખુબ થોડા છે પરંતુ મોટાભાગના કર્મચારીઓ કોન્ટ્રાકટ હેઠળના તથા આઉટસોર્સ મારફત લેવાયેલા છે.

ગ્રામ વિકાસ એજન્સીની યોજનાઓમાં કામ કરતા કાયમી સિવાયના કોન્ટ્રાકટ યા અન્ય કર્મચારીઓએ અપૂરતા વેતનના મામલે નવસારી જિલ્લામાં પણ આંદોલન શરૂ કર્યું છે. સમાન કામ સમાન ...અનુસંધાન પાના નં. 2

નોટિસો આપવામા આવી

આજેત્રીજા દિવસે પણ કર્મચારીઓની હડતાળ જારી રહેતા ઉચ્ચ સરકારી વર્તુળમાં સળવળાટ શરૂ થયો છે. આજે સોમવારે હડતાળ ઉપરના અધિકારીઓને નોટિસ અપાયાની જાણકારી મળી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન તુષાર સુમેરાએ જણાવ્યું કે હડતાળ ઉપરના કર્મચારીઓને નોટિસ અપાઈ છે જેમાં તાત્કાલિક ફરજ ઉપર હાજર થાય તો ફરજ ઉપરથી છૂટા કરવા જણાવાયું છે. અહીં ઉલ્લેખનીય છે કે તંત્રની કડકાઈ છતાં સોમવારે તો હડતાળગ્રસ્ત કર્મચારીઓમાં લડત આપવાનું જોમ જણાતું હતું.

અપૂરતું વેતન | ગ્રામ વિકાસ એજન્સીના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ ત્રીજા દિવસે પણ હડતાળ ઉપર રહ્યા

નવસારી જિલ્લા ગ્રામ વિકાસ સંલગ્ન 250થી વધુ કર્મચારીઓ સમાન કામ સમાન વેતન મુદ્દે હડતાળ ઉપર ઊતરી ગયા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો