ખેરગામ તાલુકા ભાજપની બેઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામએપીએમસી ખાતે તાલુકા ભાજપના મંડળની કારોબારી બેઠક આજરોજ રાખવામાં આવી હતી. જેમાં ખેરગામ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની તૈયારી તેમજ તાલુકામાં ભાજપના સંગઠનને વધુ મજબુત બનાવવા આગેવાનો દ્વારા આહવાન કરાયું હતું.

નવસારી જીલ્લા ભાજપના પ્રમુખ નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ ચુનીભાઈ પટેલ દ્વારા તાજેતરમાં વિવિધ મોરચાની રચના કરવામાં આવી હતી. તાલુકાના દરેક વિસ્તારમાં ભાજપનું સંગઠન વધુ મજબુત બને તેવી કામગીરી કરવા જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલ દ્વારા આહવાન કરાયું હતું. પ્રસંગે ખેરગામ તાલુકા ભાજપના પ્રભારી અશોકભાઈ ગજેરા,મહામંત્રી શૈલેશભાઈ ટેલર, અનિલભાઈ પટેલ, ખેરગામના સરપંચ અશ્વિનભાઈ પટેલ, ખેરગામ આગેવાન ઠાકોરભાઈ પટેલ વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રી તેમજ તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપના પ્રમુખ ચુનીભાઈ પટેલે જણાવ્યુ કે 15મી ઓગસ્ટે જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ ખેરગામ ખાતે થઇ રહ્યો છે ત્યારે તાલુકાના વધુને વધુ લોકો કાર્યક્રમમાં ભાગ લે માટે કાર્યકરોને પ્રયાસ કરવા જણાવ્યું હતું.

જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી ખેરગામમાં થશે

અન્ય સમાચારો પણ છે...