• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી વિસ્તારમાં તાપમાનમાં વધારો, ઠંડી લગભગ ગાયબ થઇ

નવસારી વિસ્તારમાં તાપમાનમાં વધારો, ઠંડી લગભગ ગાયબ થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પંથકમાં તાપમાનમાં સતત વધારો થતાં ઠંડી લગભગ ગાયબ જ થઇ ગયાનું જણાઇ રહ્યું છે. નવસારીમાં જાન્યુઆરી શરૂઆતનાં દિવસોમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો હતો. સવારનાં સમયે એક દિવસ તો પારો 7 ડીગ્રીએ પહોંચી ગયો હતો. જોકે જાન્યુઆરી માસમાં જ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ પુન: પલટાયું છે. સવાર અને બપોરનાં બંને સમયોએ તાપમાનમાં તાપમાનમાં વધારો થયો છે. સોમવારે સવારે તાપમાન 16.5 ડીગ્રી રહ્યાં બાદ મંગળવારે પારો 17.5 ડીગ્રીએ સ્થિર થયો હતો. બુધવારે તો તેમાં 4.5 ડીગ્રીનો વધારો થઇ તાપમાન 22 ડીગ્રી થઇ ગયું હતુ. તાપમાન સવારે પણ વધી જતાં ઠંડી લગભગ ગાયબ જ થઇ ગઇ હતી. જોકે બપોરનાં સમયે છેલ્લા બે દિવસોની સરખામણીમાં તાપમાનમાં સાધારણ ઘટાડો થયો હતો. સોમવારે 34.6 ડીગ્રી અને મંગળવારે 34.3 ડીગ્રી નોંધાયા બાદ બુધવારે બપોરે પારો 31.6 ડીગ્રીએ સ્થિર થયો હતો.

હવામાં ભેજનું પ્રમાણ સવારે 79 ટકા અને બપોરે 42 ટકા રહ્યું હતુ. પવન સરેરાશ 4.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશાનો ફૂંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...