દુ:ખ અને દર્દનો અંત પ્રભુચરણના શરણથી થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભક્તિમુક્તિની દુતિ છે. જીવનમાં સાચી ભક્તિ આવે તો પ્રભુપદ ચલકર આતે હૈ, ભીલડી શબરીએ ભક્તિ કરી તો રામ આવ્યા, ચંદનબાળાએ ભક્તિ કરી તો પ્રભુ મહાવીર સ્વયં આવ્યા. મીરાંએ ભક્તિ કરી તો ગિરધર આવ્યા. વાસુપૂજ્ય જિનાલય મહાવીરનગર નવસારીમાં પ્રભુમિલન પ્રસંગે પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે પૈસા પ્રેમી ક્યારે સુખી થયો નથી અને પ્રભુપ્રેમી ક્યારે દુ:ખી થતો નથી. પૈસા માટે જાગવું તે ઉજાગરો કહેવાય, પરમાત્મા માટે જાગવું તે જાગરણ કહેવાય.

મુનિએ કહ્યું કે હાઉ ટુ સ્ટોપ વરીંગ સ્ટાર્ટ લિવિંગ પુસ્તકમાં ડેલ કાર્નેગીએ જણાવ્યું છે કે મારી માતાને ભગવાન ઉપર શ્રદ્ધા કે વિશ્વાસ હોત તો મારા પિતા ક્યારનાય સુસાઈડ કરીને મરી ગયા હોત. આદમી એકલો હોય તો હરાવવો સહેલો છે પણ જ્યારે ઈશ્વરની પ્રાર્થના વડે અચિન્ત્ય શક્તિ પ્રપ્ત કરનાર ભક્તને હરાવવો મુશ્કેલ છે. પ્રભુ મિલનના અંતે યુવાનોએ મનમૂકીને નૃત્ય ભક્તિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...