• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • રાનકૂવા બી.એલ. પટેલ હાઈ.ને એનસીસી નેવી યુનિટ ફાળવાયું

રાનકૂવા બી.એલ. પટેલ હાઈ.ને એનસીસી નેવી યુનિટ ફાળવાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બી.એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકૂવા ખાતે ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા એનસીસી નેવી યુનિટ 100 વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવ્યું છે. એનસીસી નેવી યુનિટ મળતા શાળાના અભ્યાસ કરતા બાળકોને નેવીમાં કારકિર્દી માટેનો માર્ગ મોકળો બન્યો છે. ગુજરાતના યુવાનો નેવી ભરતીમાં અન્ય રાજ્ય કરતા ઘણાં પાછળ છે. શાળામાં અભ્યાસર્થે આવતા 85 ગામના વિદ્યાર્થીઓ માટે એનસીસી નેવી યુનિટ ઉપયોગી પુરવાર થશે.

ઉપરોક્ત શબ્દો આચાર્ય સંજયસિંહ પરમારે એનસીસી કેડેટસને અભિનંદન આપતા કહ્યા હતા. 9 બટાલિયન નવસારી એનસીસી નેવલવિંગ દ્વારા વ પ્રવૃત્તિઓ એનસીસી કેમ્પ યોજાશે. વિદ્યાર્થીઓમાં હિંમત, અનુશાસન, રાષ્ટ્રભાવના અને સશસ્ત્રદળમાં જોડાવાની પ્રેરણા મળે તેવી પ્રવૃત્તિ એનસીસી દ્વારા આખુ વર્ષ યોજાશે. શાળાના નિરીક્ષક પરેશભાઈ દેસાઈ એનસીસી સર્ટિફિકેટ ધરાવે છે જે કોચી કેરાલા ખાતે તાલીમ પૂર્ણ કરી સમગ્ર ભારતમાં જુ. ડિવિઝનમાં બેસ્ટ ડ્રીલ ટ્રોફી કમાન્ડર જસેફના હસ્તે પ્રાપ્ત કરી થર્ડ ઓફિસર (સબ લેફટ.)ની રેંક મેળવી હતી. આગામી દિવસોમાં શાળાના એનસીસી કેડેટસ રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ભાગ લેશે. રાનકુવા વિભાગ કેળવણી મંડળના મંત્રી જશુભાઈ નાયક, પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ, શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...