• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી રેલવે સ્ટેશને ટ્રેન અડફટે રત્નકલાકારનું મોત

નવસારી રેલવે સ્ટેશને ટ્રેન અડફટે રત્નકલાકારનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી રેલવે સ્ટેશને મંગળવારે સવારે સૂર્યનગરી એક્સપ્રેસની અડફટે આવી જતાં નવસારીમાં રહેતા રત્નકલાકારનું મોત નીપજ્યું હતુ.

મૂળત : ધાનેરા પંથકના ધોખાભાઇ મશરુભાઇ સોલંકી નવસારીમાં મિથીલાનગરી વિસ્તારમાં રહેતા હતા. તેઓ વ્યવસાયે રત્નકલાકાર હતા અને હીરાનું કામ કરવા માટે નવસારીથી સુરત ટ્રેનમાં અપડાઉન કરતા હતા. મંગળવારે પણ ધોખાભાઇ સોલંકી સુરત જવા માટે ઇન્ટરસીટી ટ્રેન પકડવા નવસારી રેલવે સ્ટેશને ગયા હતા. પ્લેટફોર્મ નંબર-1 ઉપર ઇન્ટરસીટી ટ્રેન ઉભી હતી. ટ્રેન પકડવા તેઓ પ્લેટફોર્મ નંબર-2 ઉપરથી ઇન્ટરસીટી ટ્રેન પકડવા જતાં હતા ત્યારે બીજી બાજુથી પૂરઝડપે મુંબઇ તરફ જતી સૂર્યનગરી ટ્રેનની અડફટે તેઓ આવી ગયા હતા.

આ અકસ્માતમાં ધોખાભાઇ સોલંકીને શરીરે ગંભીર ઇજા થઇ હતી અને સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતુ. સવારનાં સમયે સ્ટેશનમાં બંને પ્લેટફોર્મ ઉપર મોટી સંખ્યામાં મુસાફરો હોઇ આ દુર્ઘટના જોતાં લોકોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મરનાર ધોખાભાઇ પરણીત હતા અને લગ્નજીવન થકી એક છોકરી અને બે છોકરા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...