હાઇવેને જોડતા વૈકલ્પિક માર્ગો વિકસાવવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી શહેરને નેશનલ હાઇવે નંબર-48 સાથે જોડતો મુખ્ય માર્ગ એક જ છે જે જુનાથાણાથી કબીલપોર થઇ ગ્રીડ નેશનલ હાઇવે જાય છે. આ એક જ મુખ્ય માર્ગ હોવાથી ટ્રાફિકનું ભારણ રહે છે. આ ટ્રાફિકનું ભારણ ઘટાડવા અન્ય વૈકલ્પિક માર્ગ નવસારીને હાઇવેને જોડતો વિકસાવાય તે જરૂરી છે આ માટે પાલિકાનાં વોર્ડ નંબર-11 નાં કોર્પોરેટર ધવલકીર્તિ દેસાઇએ પાલિકાનાં સીઓ અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. પાલિકાનાં સીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, નવસારી પારસી હોસ્પિટલથી જયશંકર પાર્ટી પ્લોટ થઇ ધર્મિનનગર સોસાયટી થઇ ગ્રીડ રોડને જોડે છે. આ માર્ગને પહોળો કરી વચ્ચે ડીવાઇડર મુકવાની જરૂરિયાત છે. આ ઉપરાંત ધવલકીર્તિએ કલેક્ટરને પણ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...