હટવાડામાં ચોરી કરતી પકડાયેલી 4 મહિલા કસ્ટડીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ વાવ ફળિયા રહેતી કાશીબેન ઉદયભાઈ પટેલ સેગવાગામે હટવાડામાં ગયા હતા. ત્યારે તેમના ગળામાં પહેરેલું સોનાનું મંગળસૂત્ર ખેંચી ચોરી કરવાની કોશિષ 4 મહારાષ્ટ્રીયન મહિલાઓએ કરી હતી. તેમણે બૂમાબૂમ કરતાં માણસો અને પોલીસે દેવીકા રમેશ જગન માંગારોડી, રાધા રાજુ જગન માંગારોડી, માયા સુનિલ ગોવિંદા માંગારોડી અને રત્ના નાનુ શિવદાસ માંગારોડી તમામ રહે સુરત, મૂળરહે- ધૂલિયાનાઓની ધરપકડ કરી હતી. પોલીસે કોર્ટ રજૂ કરી હતી. 4 મહિલાના મંગળવારે રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને નવસારીની જ્યુડિ.કસ્ટડીમાં મોકલી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...