તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • પ્રગટ ભગવાન કે એકાંતિક સંત જીવનમાં મળે તો કલ્યાણ થાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રગટ ભગવાન કે એકાંતિક સંત જીવનમાં મળે તો કલ્યાણ થાય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સત્સંગ,એકાંતિકપણુ અને ભગવાનની મૂર્તિ ત્રણ દુર્લભ છે જે આપણને મળ્યા છે તેને સાચવી રાખવા. ગુણાતીતાનંદ સ્વામીએ વાત ગામેગામ વિચરણ કરીને પહોંચાડી હતી. પ્રગટ ભગવાન કે એકાંતિક સંત મળે તો કલ્યાણ થાય. પૂ મહંતસ્વામી દ્વારા સર્વોપરી ભગવાન સ્વામીનારાયણ પ્રગટ છે. એમની સાથે કર્મ, વચનથી જોડાઈએ. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામીનારાયણ મંદિરે રવિ સત્સંગ સભાને સંબોધતા કોઠારી પૂ. શ્રીજીપ્રકાશસ્વામીએ ઉચ્ચાર્યા હતા.

પૂ. શ્રીજીપ્રકાશસ્વામીએ કથામૃતનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે આબુ-માઉન્ટ આબુ ખાતે બીએપીએસના છાત્રાલયમાં શાળામાં ભણતા બાળકોને એવા સંસ્કાર સિંચન કર્યા છે કે છેલ્લા 10 વર્ષથી પરીક્ષા ખંડમાં સુપરવાઈઝર રાખવામા નથી આવતા અને એકપણ બાળક પરીક્ષામાં ચોરી નથી કરતા.

શાળાનું પરિણામ પણ 90 ટકા ઉપર આવે છે. કોઈ બાળક ટ્યૂશન લેવા જતુ નથી. છાત્રાલયમાં સવા ત્રણ વર્ષથી 13 વર્ષ સુધીના બાળકો રહે છે. એટલું નહીં પરંતુ તેઓ રવિવારે બાળકોના ઘરે જઈ સત્સંગ કરાવી રહ્યા છે. આબુ અને આસપાસમાં સત્સંગનો વિકાસ કરી રહ્યા છે. મનન દ્વારા બ્રહ્મનો સત્સંગ કરીએ તે જરૂરી છે.

પ્રસંગે પ.ભ. દિનેશભાઈ સોલંકીએ સત્સંગ શિક્ષણ પરીક્ષા માટેના અભ્યાસક્રમોમાંથી પ્રસંગો વર્ણવી શ્રીજી મહારાજના સમયના વિરલ હરિભક્તોની ગાથા વર્ણવી સત્સંગનું મહાત્મ્ય સમજાવ્યું હતું.

નવસારી સ્વામીનારાયણ મંદિરે શ્રીજીપ્રકાશસ્વામીનો સત્સંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો