તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ભાસ્કર િવશેષ | સુલતાનપુરમાં જાહેર જગ્યાએ માટી પુરાણ અને તળાવની ફરતે ફેન્સિંગ કરવાની કામગીરીને મ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | સુલતાનપુરમાં જાહેર જગ્યાએ માટી પુરાણ અને તળાવની ફરતે ફેન્સિંગ કરવાની કામગીરીને મંજૂરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જલાલપોરતાલુકાના સુલતાનપુર ગામના નાની કકરાડ ખાતે ગાંધી હરિત સ્મારક વિકાસ સમિતિ દ્વારા તળાવ મરામતની કામગીરીની ખાતમુહૂર્તવિધિ સમિતિના પ્રમુખ શશીકાંત પટેલ તથા જિલ્લા પંચાયત સદસ્ય રેખાબેન પટેલના હસ્તે નાળીયેર વઘેરીને કરવામાં આવી હતી.

વિશ્વ બેંક પુરસ્કૃત કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની સાયકોમ (દિલ્હી) દ્વારા અમલીકરણ થતી ગાંધી પરિયોજના દાંડી સહિતના ગામોમાં લોકભાગીદારીથી અમલમાં છે. પરિયોજનામાં જે તે ગામની ગાંધી હરિત સ્મારક વિકાસ સમિતિ દ્વારા વિકાસના કામો કરવામાં આવે છે. તે અંતર્ગત સુલતાનપુર ખાતે ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગરના સહયોગથી નાની કકરાડ ખાતેના તળાવને રૂપિયા 14 લાખ 28 હજારના ખર્ચે ઊંડો કરી તેમાંથી નિકળતી માટી ગામના જાહેર જગ્યાએ પુરાણ કરવાની અને તળાવની ફરતે ફેન્સીંગ કરવાની કામગીરી કરવાની મંજૂરી મળી હતી. કામની ખાતમુહૂર્તવિધિ ગામના વડીલો રતિલાલભાઇ, ભાણાભાઇ, બાલુભાઇ તથા ગ્રામજનોની હાજરીમાં જિલ્લા પંચાયત નવસારીના ઓંજલના સભ્ય રેખાબેન પટેલ તથા સુલતાનપુર ગામની ગાંધી હરિત સ્મારક વિકાસ સમિતિ પ્રમુખ શશીકાંત પટેલના હસ્તે રવિવારે સંપન્ન થઇ હતી. યોજના થકી અગાઉ સુલતાનપુર ગામ ખાતે પંચાયત ઘર આગળ ગાર્ડન બનાવવાની કામગિરી પણ કરવામાં આવી હતી. તે ઉપરાંત કિચન ગાર્ડન કીટ વિતરણ, દર વર્ષે શાકભાજીના છોડનું વિતરણ, સમગ્ર ગામમાં સ્ટ્રીટ લાઇટ નાંખવાની કામગિરી તેમજ મોટી કકરાડ ખાતેનો તળાવ ઊંડો કરવા જેવી કામગીરી કરવામાં આવી હતી. નાની કકરાડ ખાતે ખાતમુહૂર્તવિધિથી પ્રારંભાયેલી તળાવની કામગિરી સમિતિના સભ્યો તથા ગ્રામજનોની દેખરેખ હેઠળ પ્લાન એસ્ટીમેન્ટ પ્રમાણે ગુણવતા સાથે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુલતાનપુર ખાતે ગાંધી હરિત સ્મારક વિકાસ સમિતિ દ્વારા નાની કકરાડના તળાવની મરામત કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.તસવીર -વિજય પટેલ

સુલતાનપુરના નાની કકરાડ તળાવની મરામત શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો