નવસારી દાંડીવાડની શાળાનું સ્થળાંતર થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીની જર્જરિત થઈ ગયેલી પાલિકા સંચાલિત મિશ્રશાળા નં. 3ને આખરે સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાયો છે. શાળાના જર્જરિત મકાનનો અહેવાલ અઠવાડિયા અગાઉ જ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે.

નવસારી પાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 19 જેટલી શાળાઓ શહેરમાં કાર્યરત છે. આમાની જ એક શાળા દાંડીવાડ વિસ્તારમાં આવેલી છે. આ મિશ્રશાળા નં. 3માં ધો. 1થી 8 ચાલે છે અને 186 બાળકો અભ્યાસ કરે છે. આ શાળાનું મકાન કેટલાક સમયથી જર્જરિત થઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ દિવાલ ફાટી ગઈ છે અને સળિયાઓ પણ બહાર આવી ગયા છે. જેથી બાળકોને માથે જોખમ ઉભુ થયું છે. આ અંગેનો એક વિસ્તૃત અહેવાલ 6 જુલાઈએ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ કર્યો હતો અને પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આ અહેવાલની અસર થઈ છે. મળતી માહિતી મુજબ દાંડીવાડની આ મિશ્રશાળા નં. 3ને લક્ષ્મી ... અનુસંધાન પાના નં. 2

ભાસ્કર ઇમ્પેક્ટ
6 જુલાઈએ પ્રસિધ્ધ કરાયેલોે અહેવાલ

અન્ય સમાચારો પણ છે...