તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં યોજાનારા દિવ્યાંગ કેમ્પમાં વલસાડના 17 બ્લાન્ડ ક્રિકેટર નહીં જાય

નવસારીમાં યોજાનારા દિવ્યાંગ કેમ્પમાં વલસાડના 17 બ્લાન્ડ ક્રિકેટર નહીં જાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાવડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસની ઉજવણી માટે 17મી સપ્ટેમ્બરે નવસારી આવી રહયાં છે. જેમાં દેશના હજારો દિવ્યાંગો ઉપસ્થિત રહશે. માટે વલસાડના 17 બ્લાઇન્ડ ક્રિકેટરોને હાજર રહેવા વલસાડ સમાજ સુરક્ષા વિભાગે તમામ વિગતો માંગી હતી, પરંતુ કાર્યક્રમના બે દિવસ પૂર્વે નવસારી વહીવટી તંત્રએ વલસાડના બ્લાઇન્ડ ક્રિકેટરોને પ્રવેશ આપવા અંગે ઉંચા કરી દીધાં છે. જેને લઇ મોદીના કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકેલા ભારતના બ્લાઇન્ડ ક્રિકેટરો હાજરી આપી શકશે નહીં.

વલસાડ જિલ્લાના બ્લાઇન્ડ ક્રિકેટરોએ અત્યાર સુધીમાં અનેક દેશો સાથે મેચ રમી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાને હરાવતાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બ્લાઇન્ડ ક્રિકેટરોનું સન્માન કર્યું હતું. ત્યારે 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બ્લાઇન્ડ ક્રિકેટરો ભાગ લે તે માટે વલસાડ સમાજ સુરક્ષા વિભાગે બ્લાઇન્ડ ક્રિકેટ એશોશિયન પાસેથી તમામ વિગતો માગી હતી. કાર્યક્રમમાં કુલ 17 બ્લાઇન્ડ ક્રિકેટરો ભાગ લેવાના છે, પરંતુ ગુરૂવારે સાંજે બ્લાઇન્ડ ક્રિકેટના સભ્યો સમાજ સુરક્ષા વિભાગની સૂચના મુજબ નવસારી ફોટા સહિતની વિગતો માટે ગયાં હતા, પરંતુ નવસારી તંત્રએ બ્લાઇન્ડ ક્રિકેટરોને પ્રવેશ માટે કોઇ આયોજન હોવાનું જણાવ્યું હતું.

વીઆઇપી પાસ આપવાનો ઓર્ડર છે

^સૌ પ્રથમ બ્લાઇન્ડ ક્રિકેટરો માટે વીઆઇપી પાસ તૈયાર કરવાના કલેકટરનો ઓર્ડર છે. પીએમના કાર્યક્રમના કારણે સુરક્ષા વધુ હોવાથી કાર્ડ થોડો સમય લાગી રહયો છે, પરંતુ બ્લાઇન્ડ ક્રિકેટરોને વીઆઇપી પાસ મળે તો સમાજ સુરક્ષા વિભાગને ફોન કરવો. તેમને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાઇ ચુકયો છે.> દિવ્યેશપટેલ ,અધિકારી,સમાજ કલ્યાણ,વલસાડ

અન્ય સમાચારો પણ છે...