વરસાદ સાથે બાપાને ભીની આંખે વિદાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંવાજતેગાજતે ડીજેના તાલ સાથે શ્રીજીની વિસર્જનયાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. સાંજે અચાનક વરસી પડેલા વરસાદે વિસર્જનયાત્રામાં બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે વિઘ્નહર્તા વિસર્જન કાર્યમાં વિઘ્ન ઉભુ થઈ ગયું હતું છતાં મોડી સાંજ સુધીમાં નવસારીમાં વિરાવળ ખાતેથી 2200 જેટલી પ્રતિમાનું વિસર્જન થયું હતું.

શ્રીજીના પર્વને ધામધુમથી ઉજવતા નવસારીવાસીઓએ શ્રીજીને આજે આંખમાં આંસુ સાથે આગળા વર્ષે જલદી આવવાની નેમ સાથે ભક્તિભાવપૂર્ણ માહોલમાં વિદાય આપી હતી. નવસારી શહેરમાં 3300 જેટલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. બપોર સુધીમાં તમામ મંડળોએ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટેની તૈયારી કરી હતી. નક્કી કરાયેલા રૂટ પ્રમાણે સ્ટેશન વિસ્તાર, લુન્સીકૂઈ વિસ્તાર તથા જૂનાથાણા સહિત વિસ્તાર તરફથી પૂર્ણા નદીમાં શ્રીજીનું વિસર્જન માટે શોભાયાત્રા વાજતેગાજતે નીકળી હતી. ટાવર ખાતે ત્રણેય વિસ્તારની પ્રતિમાનું મિલન થાય છે અને ટાવરથી વિરાવળ તરફ આગળ વધે છે. વિસર્જન દરમિયાન સાંજે વીજળીના કડાકાભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે વિઘ્નહર્તાની વિસર્જનયાત્રાની ઝડપમાં બ્રેક લાગી હતી. શ્રીજીની પ્રતિમાને બચાવવા ભક્તોએ મોટા પ્લાસ્ટિક કવર લગાવવા પડ્યા હતા. કેટલાકે પોતાને ભીંજાતા બચાવવાનો પ્રયાસ કરવા દોટ મુકવી પડી હતી.

નવસારીના વિવિધ ઓવારા પરથી વિસર્જન

લખાયછે ત્યાં સુધીમાં મોડી સાંજ સુધીમાં વિરાવળ પૂર્ણા નદીના ઓવારા પરથી 2200 જેટલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. જ્યારે ધારાગીરી ઓવારા પરથી 1200 જેટલી પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. ઉપરાંત જલાલપોરમાં સંતોષી માતાના મંદિર નજીકના ઓવારા પરથી 1000 જેટલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થયાની માહિતી સાંપડી છે.મોડી સાંજ સુધી નવસારીમાં વિસર્જન કરવમાં આવ્યું હતુ

નવસારીમાં સાંજે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદથી શ્રીજીની વિસર્જન કામગીરી ધીમી પડી

વિસર્જન| નવસારીમાં વિરાવળ ખાતે પૂર્ણા નદીના ઓવારા પરથી 2200 પ્રતિમાનું વિસર્જન

નવસારીમાં અચાનક વરસાદ પડતા શ્રીજીની પ્રતિમાને ભક્તો વરસાદથી બચાવી શકવામાં અસમર્થતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...