જલાલપોરમાં 1 ઈંચ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબાસમયના વિરામ બાદ ગુરુવારે સાંજેે વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. સૌથી વધુ જલાલપોરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

નવસારીમાં કેટલાક દિવસો પૂર્વે રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટુ પડ્યું હતું. પછી વરસાદ ખેંચાયો હતો. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. વરસાદ ખેંચાતા વાતાવરણમાં ઉકળાટ થવા લાગ્યો હતો. દરમિયાન ગુરૂવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ગણતરીની મિનિટોમાં કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે શ્રીજીની વિસર્જનયાત્રામાં પણ થોડો સમય માટે ખલેલ પહોંચી હતી. જોકે એકાદ કલાકનું મસમોટુ ઝાપટુ પડ્યા બાદ વરસાદ પુન: થંભી ગયો હતો અને ઉઘાડ નીકળ્યો હતો. જેથી વિસર્જનયાત્રાને પુન: વેગ મળ્યો હતો. નવસારીમાં વરસાદની વાત કરીએ તો સૌથી વધુ જલાલપોર પંથકમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...