તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેલેરિયા નાબુદી અંગે બાઇક રેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકા હેલ્થ કચેરી દ્વારા વાંસદા તાલુકાનાં તમામ પીએચસીના કર્મીઓની મેલેરિયા રોગ નાબૂદી અંગે જનજાગૃતિ બાઈક રેલીનું આયોજન જિલ્લા મેલેરિયા અધિકારી ડો. રાજેશ પટેલ અને વાંસદા તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી.પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.

ભારત સરકારે 2030 સુધીમાં દેશને મેલેરિયા મુક્ત કરવાની ઝુંબેશ ઉપાડી છે. જયારે ગુજરાત સરકારે વર્ષ 2022 સુધીમાં રાજ્યને મેલેરિયા રોગથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. તે અંતર્ગત વાંસદાના નગરજનોમાં મેલેરિયાના રોગથી બચવા માટેની કાળજી રાખવાના બેનર સાથેની એક બાઈક રેલીને નવસારી જિલ્લા મેલેરિયા અધિકારી ડો.રાજેશ પટેલ તથા વાંસદા તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પટેલ દ્વારા વાંસદા તાલુકા હેલ્થ કચેરીએથી પ્રસ્થાન કરાવાયું હતું.

બાઈક રેલી વાંસદા કચેરીથી નીકળી નગરના મુખ્ય માર્ગ પરથી હનુમાનબારી ત્રણ રસ્તા સુધી ગઈ ત્યાંથી ફરી કચેરી પર આવી તેનું સમાપન થયું હતું.

વાંસદામાં મેલેરિયા રોગ નાબૂદી અંગે બાઈકરેલી નીકળી હતી.

રેલીનું હનુમાનબારી ત્રણ રસ્તા પર સમાપન કરાયું

અન્ય સમાચારો પણ છે...