તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે કલેકટર ડીઈઓને રાવ

શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે કલેકટર-ડીઈઓને રાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા નવસારી જિલ્લા કલેકટરને વણઉકેલ્યા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી 1 કલાક સુધી મૌન વ્રત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સાતમા પગારપંચથી લઈ વિવિધ પડતર પ્રશ્નો અંગે જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજાહેઠળ શિક્ષકો વિરોધ પ્રદર્શન કરીરહ્યા છે. નવસારી જિલ્લામાં પણ આજે 100 જેટલા શિક્ષકો પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવ્યા બાદ તેમણે જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાને પોતાના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી ઘટતું કરવા અનુરોધ કર્યો હતો ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીના પટાંગણમાં 1 કલાક સુધી 100 જેટલા શિક્ષકોએ સરકારના જક્કી વલણ સામે આક્રોશ વ્યક્ત કરવા મૌનધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પ્રસંગે પ્રમુખ અશોકભાઈ પટેલ, મહામંત્રી, ઉપપ્રમુખ ચંદ્રકાંત પટેલ, મંત્રી આશિષ પટેલ, ભરત લાડ, સહમંત્રી જયંતિ પટેલ, નવીન પટેલ, કોષાધ્યક્ષ રાજેશ ગાંધી સહિત અગ્રણીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

1 કલાક સુધી મૌન વ્રત કરી વિરોધ પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...