તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાધનાનું જીવન તો સાવધાનીનું જીવન છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસ્થિનુંવિસર્જન થાય તે પહેલા પરમાત્મા પ્રત્યેની આસ્થા જગાડી દેજો બેડો પાર થઈ જશે. શ્રી મહાવીરનગર સોસાયટી શ્રી વાસુપૂજ્ય જીનાલયે જૈનાચાર્ય હંસકીર્તિસૂરિજીની પાવન નિશ્રામાં પં. ભવ્યકીર્તિવિજયજી, પં. રાજરક્ષિતવિજયજીએ ભરચક સભાને સંબોધતા જણાવ્યું કે માનવભવ-સત્સંગ, શ્રદ્ધા અને આચરણ ચાર વસ્તુ અતિદુર્લભ છે. પારસમણીથી અધિક કિંમતી માનવભવ પામીને વિષય-કષાયના બાવળીઆ ચાવવામાં આવે તો આપણા જેવા મૂર્ખ બીજા કોણ કહેવાય જે માનવભવને મેળવવા માટે અસંખ્ય દેવો તલપાપડ છે. એવા મનુષ્યભવને પામીને આત્મકલ્યાણની સાધના કરી લેવી જોઈએ.

પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ કહ્યું કે પડવા માટે એક પગથિયુ ચૂકવુ પડે છે જ્યારે ચડવા માટે પ્રત્યેક પગલે સાવધાની રાખવી પડે છે. સાધનાનું જીવન તો સાવધાનીનું જીવન છે. કરોડોનું ઝવેરાત લઈને ટ્રાવેલ કરતો માણસ જેમ હરપળે જાગૃત રહે છે તેમ અનંતકાળે પ્રાપ્ત થયેલા એવા આત્મગુણોની મહામુલી મુડી લઈને લૂંટારુ જગતમાં આપણે સતત જાગૃત રહેવું પડે. એક ઝોકુ એની સઘળી મુડીને સાફ કરવા કાફી છે.

અન્ય સમાચારો પણ છે...