તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂલભરેલો જમીનનો રિસરવે રદ કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારદ્વારા કરાયેલ જમીનોની નવી માપણીમાં ભારે ક્ષતિ હોઈ તે રદ કરવાની માગ કરતું લેખિત આવેદન નવસારીમાં જિલ્લા કોંગ્રેસે કલેકટરને આપ્યું હતું.

નવસારી કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સોમવારે એક આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જમીનની નવી માપણી સામે સવાલો ઉઠાવાયા છે. કોંગ્રેસે જણાવ્યું કે જમીનનો રિસરવે પૂર્ણ થયા બાદ જમીનનો રેકર્ડ લેન્ડ રેકર્ડ કચેરીમાં ઉપલબ્ધ કરાયો નથી અને નવી માપણી અંગે સમજ અપાઈ નથી. માપણીમાં ખેડૂતોની જમીનમાં મોટાપાયે વધ-ઘટ છે. ભૂલભરેલી જમીન માપણીના પ્રમોલગેશન રાજકીય ઓથ ધરાવતા માપણી અધિકારીઓએ મીલીભગત કરી મંજૂર કર્યા છે. કોંગ્રેસે વિવાદો ઉભા થાય તે માટે રિસરવે રદ કરવા તથા થયેલ ભ્રષ્ટાચાર શોધવા હાઈકોર્ટના સિટિંગ જજના અધ્યક્ષપદે તપાસ પંચ નીમવા માગ કરી હતી. આવેદનપત્ર આપતા જિલ્લા પ્રમુખ એ.ડી. પટેલ, સી.પી. નાયક, જ્યોતિબેન દેસાઈ, વિરેન્દ્ર દેસાઈ, નિરવ નાયક, દિપક બારોટ, ધર્મેશ પટેલ, ધર્મેશ પટેલ, ઈકબાલ ઉસ્માની, કેરમાન પટેલ, ધવલ દેસાઈ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કલેકટરને લેખિત આવેદન અપાયું

અન્ય સમાચારો પણ છે...