તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ડો. ધવલ અંગે રજૂઆત કરવા જતાં એડવોકેટ અને ગાર્ડ વચ્ચે રકઝક

ડો. ધવલ અંગે રજૂઆત કરવા જતાં એડવોકેટ અને ગાર્ડ વચ્ચે રકઝક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લા કલેકટર રવિકુમાર અરોરાને સુરતના ડો. ધવલકુમાર અને ડો. ધ્રુવી ચૌહાણ અપમૃત્યુ કેસમાંં સીઆઈડી તપાસની માગ સાથે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દરમિયાન કલેકટરના કમાન્ડો અને એડવોકેટ પરેશ વાટવેચા વચ્ચે ચકમક થતા મામલો ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદે પહોંચી હતી.

સુરતના ડો. ધવલ પરમાર અને ડો. ધ્રુવી ચૌહાણના અપમૃત્યુ કેસને લઈને વિવાદ વકરતો રહ્યો છે. મૃતકના સ્વજનો સાથે નવસારી અનુસૂચિત સમાજના અગ્રણી એડવોકેટ પરેશભાઈ વાટવેચા નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પ્રકરણમાં યોગ્ય તપાસ કરવા અને સીઆાઈડી દ્વારા તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.

કલેકટર રવિકુમાર અરોરાને આવેદનપત્ર આપ્યા બાદ એડવોકેટ પરેશ વાટવેચા સારાંશ આપી રહ્યા હતા. કલેકટરે તેમને વાત સાંભળી જવા માટે સૂચન કર્યું હતું. દરમિયાન કલેકટરના પોલીસ કમાન્ડો ત્યા આવી ગયા હતા અને રજૂઆતકર્તાઓને બહાર જવા માટે જણાવ્યું હતું. વાત વણસતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. અંતે માકલે સમાધાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...