• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • 24 જુલાઇએ સરકાર વિરુદ્ધ અધ્યાપક મંડળ દિલ્હીમાં દેખાવ કરશે

24 જુલાઇએ સરકાર વિરુદ્ધ અધ્યાપક મંડળ દિલ્હીમાં દેખાવ કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલભારતીય અધ્યાપક મંડળે પોતાની માગણી મુદ્દે 24મી જુલાઇના રોજ દિલ્હીમાં પાર્લામેન્ટ સામે ધરણા અને રેલીનો કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અખિલ ભારતીય અધ્યાપક મહામંડળના ઉપપ્રમુખ,મહાદેવ દેસાઇ જણાવે છે કે કેન્દ્ર સરકાર સમક્ષ અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે અનેકવાર લેખિત રજુઆતો સરકાર સમક્ષ થઇ હોવા છતાં, કેન્દ્ર સરકારના નિષ્ક્રિય વલણને પરિણામે અખિલ ભારતીય અધ્યાપક મહામંડળે તા.15 મે,2017ના રોજ યુ.સી.જી.(દિલ્હી) સમક્ષ ધરણાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો.

પરંતુ તા.10 મે 2017ના રોજ અખિલ ભારતીય અધ્યાપક મહામંડળના હોદ્દેદારોને કેન્દ્રના શિક્ષણમંત્રીએ બોલાવી 30 દિવસોમાં ઉકેલ લાવવાની બાહેધરી આપી હતી.

આથી અધ્યાપક મહામંડળે, ધરણાનો કાર્યક્રમ સ્થગિત રાખ્યો હતો, પરંતુ તેમની બાહેધરી પોકળ સાબિત થતા તા.18મી જૂન 2017ના રોજ મુંબઇ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય અધ્યાપક મહામંડળની નેશનલ એક્ઝીક્યુટીવ કમિટીની મીટીંગ મળી જેમાં સરકારના નિષ્ક્રિય વલણ સામે આક્રોશ વ્યક્ત કરી 24 જુલાઇ 2017ના રોજ દિલ્હીની પાર્લામેન્ટ સામે ધરણા અને રેલીનો કાર્યક્રમ કરવાનો સર્વાનું મતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

24 જુલાઇ 2017 પહેલા દરેક રાજ્યોમાં પણ કેન્દ્ર સરકારના નિષ્ક્રિય વલણ સામે વિરોધ વ્યક્ત કરવા જસ્ટીસ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે તે રાજ્યમાં પણ વિરોધ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...