માનકુનિયામાં 9 માસથી બનેલો મોબાઈલ ટાવર શોભાના ગાંઠિયા સમાન
વાંસદાતાલુકાના માનકુનિયા ગામે બીએસએનએલ દ્વારા 9 માસથી મોબાઈલ ટાવર બનાવી દીધા બાદ આજદિન સુધી ચાલુ કરાતા ગ્રામજનો આવતા બુધવારે વિશાળ રેલી કાઢી બીએસએનએલ કચેરીએ આવેદનપત્ર આપી ધરણાં પર બેસશે એવી ચીમકી આપી હતી.
વાંસદા તાલુકાના માનકુનિયા ગામે 9 માસ પહેલા બીએસએનએલ દ્વારા ટાવર ઉભો કરાયો હતો. જેને તંત્ર દ્વાર આજદિન સુધી ચાલુ કરવામાં આવતા 5મી જૂને માનકુનિયા ગામે જાહેરસભામાં જાહેરાત કરવામાં આવી હતી કે મોબાઈલ ટાવર 15મી જૂને ચાલુ કરવામાં આવશે. જાહેરાત મુજબ મોબાઈલ ટાવર ચાલુ થતા નવસારી જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા બારૂકભાઈ ચૌધરીએ વાંસદા બીએસએનએલના જેટીઓને લેખિતમાં જણાવ્યું હતું કે મોબાઈલ ટાવર ચાલુ કરવામાં આવશે તો માનકુનિયા, વાંગણ, રાયબોરના ગ્રામજનો, જિ.પં. સદસ્ય તથા તા.પં. સદસ્ય અને સરપંચો એક વિશાળ બાઈક રેલી કાઢી બીએસએનએલની વાંસદા ઓફિસે જઈ આવેદનપત્ર આપી ધરણાં પર બેસશે.
મોબાઈલ ટાવર. તસવીર-તુલસીદાસવૈષ્ણવ
15મી જૂને ચાલુ થવાની ખાતરી અપાઇ હતી