નવસારીના ગણેશોત્સવમાં સક્રિયપણે જોડાતા પારસીઓ

પારસી દ્વારા આયોજન ગણેશ સ્થાપનમાં યજ્ઞ,કથા,ભજન, ભંડારાનું આયોજન

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:56 AM
Navsari - નવસારીના ગણેશોત્સવમાં સક્રિયપણે જોડાતા પારસીઓ
નવસારીના ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં હિંદુઓ જોડાઇ રહ્યાં છે ત્યારે પારસી નગરી તરીકે ઓળખાતી નવસારી નગરીમાં પારસીઓ પણ ગણેશોત્સવમાં ભાગ લઇ શ્રીજીના પૂજા-અર્ચનામાં જોડાઇ રહ્યાં છે. નવસારીમાં પારસીઓનું બહું મોટું યોગદાન રહ્યું છે. ત્યારે અહીં રહેતા પારસીઓ પણ નગરના અન્ય સમાજ, ધર્મના લોકો સાથે ‘દૂધમાં સાકર ભળે’ એમ ભળી ગયા છે. તેનું એક મોટું ઉદાહરણ હાલ ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન જોવા મળી રહ્યું છે. અનેક પારસીઓ ગણેશ સ્થાપનમાં સક્રિય રીતે જોડાઇ રહ્યાં છે. નવસારીના પીંજારા મહોલ્લાના ગણપતિનું મોટું નામ છે, જે ‘નવસારીના રાજા’ તરીકે ઓળખાય છે. અહીં ગણેશ સ્થાપનના મુખ્ય સંચાલક જ પારસી એવા મહેરનોશ ખંભાતા છે. મહેરનોશ કહે છે કે,છેલ્લાં 15 વર્ષથી પીંજારા મહોલ્લાનાં ગણેશોત્સવનું સંચાલન મે હાથ ઉપર લીધું છે. અમારો પરિવાર વર્ષોથી ગણેશોત્સવ સાથે સંકળાયેલો છે. મારા દાદા અમદાવાદમાં ગણેશોત્સવમાં સેવા આપતા હતાં. મુંબઇનાં મારા મોસાળનાં સ્નેહીજનો પણ સંકળાયેલ હતાં.

X
Navsari - નવસારીના ગણેશોત્સવમાં સક્રિયપણે જોડાતા પારસીઓ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App