ખેડૂતો ચોક્કસ હિસાબ રાખી 25 ટકા આવક વધારી શકે

તણછા ગામે આ‌વેલા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ લિ., ગાંધીનગરના સહયોગથી “પાક નિદર્શન વર્કશોપ”...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:56 AM
Navsari - ખેડૂતો ચોક્કસ હિસાબ રાખી 25 ટકા આવક વધારી શકે
તણછા ગામે આ‌વેલા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ લિ., ગાંધીનગરના સહયોગથી “પાક નિદર્શન વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગાંધીનગરથી કાર્યવાહક સંચાલક આર. બી. મારવીયા ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ ખેડૂતોને ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપ્યુ અને ખેડૂતોની આવક કેવી રીતે વધારવી તે અંગે વિગતવાર સમજણ આપી અને દરેક ખેડૂત પોતાના નિદર્શન અંગે ચોક્ક્સ હિસાબ રાખી ઓછામાં ઓછી 25 % આવક વધારે તે વિશે સમજણ આપી ખેડૂતોને લક્ષ્યાંક આપ્યો હતો. વધુમાં નવસારી કૃષિ યુનિવર્સિટીથી સહ સંશોધન નિયામક ડો. કે. એ. પટેલે પોતાની આગવી શૈલીમાં પાક સંરક્ષણ વિશે માહિતી આપી અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતુ. સંશોધન વૈજ્ઞાનિક ડો. વી. પી. ઉસદડીયાએ જમીન અને પિયત વ્યવસ્થાપન વિશે ખેડૂતોને સરળ ભાષામાં સમજણ આપી હતી. આ વર્કશોપમાં કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા નિદર્શનોના કુલ ૯૫ ખેડૂતોમિત્રોએ લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે કેન્દ્રના વડા ડો. વી. પી. રાયે મહાનુભાવો તેમજ ખેડૂતોનો આભાર માન્યો હતો. તેમજ ખેડૂતોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવાયું, જેમાં ખેડૂતોની સાથે વિષય નિષ્ણાંતોને જોઇન કરવામાં આવ્યાં હતા.

વૈજ્ઞાનિક સલાહ

X
Navsari - ખેડૂતો ચોક્કસ હિસાબ રાખી 25 ટકા આવક વધારી શકે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App