વિજલપોરમાં જાદુઈ આંક 24 પર નજર

અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા બે તૃતીયાંશ સભ્યોને ટેકો જરૂરી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:56 AM
Navsari - વિજલપોરમાં જાદુઈ આંક 24 પર નજર
વિજલપોર પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ થયા બાદ હવે ભાજપનાં બંને જુથોની નજર 24 ની મેજીક આંક ઉપર ઠરી છે. દરખાસ્ત અંગેની સભા બોલાવાય તો દરખાસ્ત પસાર કરવા તમામ 36 સભ્યો હાજર હોય તો 24 સભ્યોનો ટેકો નારાજ ગ્રુપને જોઇએ.

વિજલપોર નગરપાલિકામાં ભાજપનાં ચૂંટાયેલ કુલ 33 સભ્યોમાં છેલ્લા કેટલાક સમયથી બે ભાગલા પડી ગયા છે.

આ ભાગલા સંદર્ભે જ ગત 11 મી એ નારાજ ગ્રુપનાં 13 સભ્યોએ પોતાની સહી સાથે નગરપાલિકાનાં પ્રમુખ જગદીશ મોદી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી છે. દરખાસ્ત દાખલ થતાં પાલિકાનાં ચીફ ઓફિસરે પ્રમુખને 15 દિવસમાં સભા બોલાવ્યા અંગેનો પત્ર લખ્યાની જાણકારી પણ મળી છે. હવે જ્યારે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ ગઇ છે. ત્યારે દરખાસ્ત પસાર થશે કે નહીં તે ચર્ચા શરૂ થઇ છે. મળતી માહિતી મુજબ અવિશ્વાસની દરખાસ્ત અંગેની સભા મળે તો બે તૃતીયાંશ સભ્યોનો ટેકો દરખાસ્ત પસાર કરવા માટે જરૂરી થઇ પડે છે. જો પાલિકાનાં 36 સભ્યો હોય 24 સભ્યોનો ટેકો નારાજ ગ્રુપને જોઇશે, જ્યારે પ્રમુખના જૂથને 24 સભ્યો સામેના ગ્રુપમાં ન જાય તે જોવું પડશે.

સમાધાનના પ્રયાસ પણ...

વિજલપોર પાલિકામાં જ્યાં ભાજપનાં નારાજ ગ્રુપે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે ત્યાં ભાજપનાં જ મોવડીઓએ સમાધાનના પ્રયાસ પણ શરૂ કર્યાની જાણકારી બહાર આવી છે. એક વાત તો સ્પષ્ટ છે કે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય કે ન થાય પરંતુ ભાજપની પ્રતિષ્ઠા ખરડાય એ નક્કી છે. આ સ્થિતિમાં નારાજ ગ્રુપને મનાવાય તો પક્ષની વધુ ખરડાય પ્રતિષ્ઠા બચી શકે છે. જેને લઇને પક્ષનું એક જુથ મનાવવાનો પ્રયાસ કરી રહ્યાંની જાણકારી પણ મળી છે.

X
Navsari - વિજલપોરમાં જાદુઈ આંક 24 પર નજર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App