આદિવાસીઓના પ્રશ્ને ધારાસભ્યને આવેદન પત્ર

સમસ્ત આદિવાસી સમાજના નેજા હેઠળ રવિવારે આદિવાસીઓના પ્રતિનિધીમંડળે તેમની સમસ્યા અંગે નવસારીના ધારાસભ્યને લેખિત...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:56 AM
Navsari - આદિવાસીઓના પ્રશ્ને ધારાસભ્યને આવેદન પત્ર
સમસ્ત આદિવાસી સમાજના નેજા હેઠળ રવિવારે આદિવાસીઓના પ્રતિનિધીમંડળે તેમની સમસ્યા અંગે નવસારીના ધારાસભ્યને લેખિત આવેદન આપ્યું હતું. સમસ્ત આદિવાસી સમાજના નેજા હેઠળ આદિવાસી અગ્રણીઓનું એક પ્રતિનિધીમંડળ રવિવારે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઇને મળ્યું હતું. ધારાસભ્યને મળી આદિવાસી સમાજને સ્પર્શતા પ્રશ્નો અંગે એક લેખિત આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં મુખ્યત્વે બિન આદિવાસીઓને સરકાર દ્વારા એસટી (અનુસૂચિત જનજાતિ) નાં અપાતા પ્રમાણપત્રનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ કથિત બિનઆદિવાસીઓને અપાતા પ્રમાણપત્રેથી મૂળત: આદિવાસીઓને થતા અન્યાય અને પડતી મુશ્કેલી પણ વર્ણવી હતી. બિન આદિવાસીઓને અપાત એસટી પ્રમાણપત્રે ઉપરાંત આદિવાસીઓને સ્પર્શતા અનેક પ્રશ્નોની પણ લેખિત અને મૌખિક રજૂઆત નવસારીના ધારાસભ્યને કરી હતી.

X
Navsari - આદિવાસીઓના પ્રશ્ને ધારાસભ્યને આવેદન પત્ર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App