વિજલપોરમાં રાત્રીના સમયે ત્રણ ઘરમાં થયેલી ચોરી

આશરે 55,300 રૂપિયાની ચોરીની ફરિયાદ

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:56 AM
Navsari - વિજલપોરમાં રાત્રીના સમયે ત્રણ ઘરમાં થયેલી ચોરી
વિજલપોરમાં એક જ રાત્રે તસ્કરો ત્રણ ઘરમાં હાથફેરો કરી મોબાઇલ, રોકડ તથા સોનાચાંદીના દાગીના તફડાવી ગયાની પોલીસમાં ફરિયાદ થઇ છે. આ અંગે દાખલ ફરિયાદ મુજબ વિગતો જોતાં વિજલપોરની આશીર્વાદ સોસાયટીમાં ખેતારામ મોતીરામ કુમાવત રહે છે. તેઓ 7 મીનાં રોજ રાત્રે સૂઇ ગયા હતાં. આ દરમિયાન રાત્રીના સમયે છેતરામના ઘરમાં બારીમાંથી હાથ નાંખી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી ગયા હતાં. ઘરમાં પ્રવેશી ઘરમાંથી મોબાઇલ,રોકડ અને દાગીનાની ચોરી કરી દીધી હતી. ચોરટાઓ માત્ર ખેતારામનાં ઘરમાંથી જ ચોરી કરી ગયા ન હતા પરંતુ અન્ય બે ઘરમાં પણ પ્રવેશી ગયા હતાં. ત્યાંથી પણ રોકડ અને મોબાઇલ ફોનો ચોરી કરી ગયા હતાં. આમ કુલ ત્રણ ઘરમાંથી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ત્રણેય ઘરમાંથી મોબાઇલ, રોકડ અને દાગીના મળી કુલ 55,300 રૂપિયાની ચોરી થઇ હતી. બનાવ અંગે ખેતારામ કુમાવતે વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 457,380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ બી.જી.પાટીલે હાથ ધરી છે.

X
Navsari - વિજલપોરમાં રાત્રીના સમયે ત્રણ ઘરમાં થયેલી ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App