કાચામાલનું મૂલ્ય સંવર્ધન કરો ને વધારે ફાયદો મેળવો

Navsari - કાચામાલનું મૂલ્ય સંવર્ધન કરો ને વધારે ફાયદો મેળવો

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:56 AM IST
આપણા દેશની આર્થિ‌ક વ્યવસ્થા ખેતી તથા ખેતી આધારીત ઉદ્યોગો પર આધિન છે. પરંતુ આર્થિ‌ક વ્યવસ્થાની સાથે સંકળાયેલા ઉદ્યોગોથી ખેડુતોના સમૃદ્ધ જીવનમાં નુકસાન થાય છે, કેમકે ખેડુત પોતાના ખેતરમાં કાચો માલ ઉગાડે છે, અને તેઓ ઓછા ભાવમાં પાકમાં કે વેપારીઓને વેચી નાખે છે. જેનાથી ખેડુત ભાઈઓને આર્થિ‌ક નુકસાન થાય છે. કારખાનાવાળાઓ તથા વેપારીઓ ઓછા ભાવમાં ખેડુત પાસેથી કાચોમાલ લઈ અને તેના પર પ્રક્રિયા કરીને વધારે વળતર (રૂપિયા) મેળવે છે. આ બાબતમાં ખેડુતભાઈઓને કશી ખબર પડતી નથી. અને કાચામાલમાંથી બનાવેલો પાકોમાલ વધારે ભાવમાં ખરીદી કરીને પોતાનું જ નુકસાન કરે છે. એટલા માટે ખેડુત ભાઈઓએ ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગોનું મહત્વ સમજવું જરૂરી છે. જેના કારણે તે કાચોમાલ અને તેમાથી બનેલા પાકામાલની કિંમતની સરખામણી કરી શકે છે.

આ અંગે નવસારી કૃષિ યુનિ.ના એમટેક વિભાગના કૃષિ ઈજનેર રોહિતભાઈ ખેરે જણાવ્યું કે ખેતી સાથે સંકડાયેલા ઉદ્યોગોમાં અમુક પ્રક્રિયાઓ અઘરી છે અને અમુક પ્રક્રિયાઓ સહેલી છે. તેમાંથી તેઓ સરળ પ્રક્રિયાઓ અપનાવીને પોતાના જીવનને સમઘ્ધ કરી શકે છે. આ પ્રવતિના યોગ્ય માર્ગદર્શન માટે કૃષિ તજજ્ઞો, કૃષિ વિશ્વવિદ્યાલય તથા કૃષિવિજ્ઞાન કેન્દ્રની મદદ લઈ શકાય છે. એમાં આ પ્રકારના કેન્દ્રમાં માર્ગદર્શન તાલીમ યોજવામાં આવે છે. આ તલીમ હેઠળ તેઓ સરળ પ્રક્રિયાઓનું જ્ઞાન મેળવી શકે છે. આમાં ખેડુત ભાઈઓએ માહિ‌તી જાણવી જરૂરી છે કે ખેડુતો એ રીતે કાચોમાલ વિકસીત કરે કે જેમાંથી અનેક પ્રકારનો પાકોમાલ બનાવી શકાય અને એમની પ્રક્રિયાઓ વિશે ઉતમ જાણકારીઓ મળશે. જેનાથી તેમને ખબર પડશે કે કાચા માલ પર કેટલી લુંટ થઈ રહી છે.

માત્ર ઘઉંના મૂલ્યવર્ધન કરે તો ખેડૂતો સારી કમાણી કરી શકે

આપણે બજારમાંથી પાઉ કે બ્રેડ ખરીદીએ છીએ. આ બ્રેડની લાદીનું વજન 300 ગ્રામ હોય છે. તેની કિંમત 20થી 25 રૂ. હોય છે. આ પાકો માલ થઈ ગયો, જે કૃષિ પ્રક્રિયા દ્વારા બનાવાય છે. ખેડૂતો કાચોમાલ એટલેકે બ્રેડ કે પાઉં બનાવવા માટે ઘઉં 10થી 12 રૂ. કિલો ભાવથી વેચાય છે. એનો અર્થ એવો થયો કે 300 ગ્રામ બ્રેડની લાદી બનાવવા માટે 4થી 5 રૂ.ની જરૂર પડે છે. પરંતુ આજ ઘઉંમાંથી મેંદો બનાવી બ્રેડ બનાવાય છે. જેમાંથી 20થી 25 રૂ. કમાય છે. ખેડુતોએ એ જાણવું જરૂરી છે કે ખેતી આધારીત ઉદ્યોગની મદદથી ઘઉંમાંથી બ્રેડ બનાવાય છે. એમાં રૂા.4 ની કિંમતના માલની કિંમત રૂ. 20થી 2 5 થઈ જાય છે. આ પ્રકારે ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગોને મુલ્યસંવર્ધન પ્રક્રિયાના નામથી જણાય છે. જેમાં અમુક ઉદ્યોગોના કાર્યો‍માં અમુક રૂપિયા પેકિંગ, મશીન અને વાહનવ્યવહાર તથા દલાલો પર પણ ખર્ચ થઈ જાય છતાં પણ આ ઉદ્યોગને આમાં 10થી 15 રૂ. નફો થાય છે.

બટાકા વેફરમાં પણ લાખોની કમાણી

આપણે બધા જાણીયે જ છીએ કે દુકાનોમાં બટેટામાંથી બનાવેલી વેફ્ર વેચાય છે. આ વેફ્ર પ્લાસ્ટીકની બેગમાં વેચાય છે. તેનું વજન રપ થી પ૦ ગ્રામ હોય છે. તેની કિંમત રૂા.૧૦ સુધીની હોય છે. પરંતુ ધંધાધારક તેને ૧પ થી ર૦ રૂા. માં વેચે છે. આ પ્રયોગમાં પણ ખેડુત ભાઈઓ ભેગા મળીને મુલ્ય સંવર્ધનની પ્રક્રિયા કરે તો ધંધાધારક જે પૈસા કમાય છે, તો તે પૈસા પોતે પણ કમાઈ શકે છે. આ પ્રક્રિયામાં રપ થી ૩૦ ગ્રામની વફ્ેર બનાવવા માટે વધારેમાં વધારે બે બેટેટાની જરૂર પડે છે. અને તે માત્ર ૧ થી ર રૂા. મળે છે. અને સાથે મળીને કૃષિ પ્રક્રિયા કરીને રૂા.પ સુધીનો ખર્ચ થાય છે. છતાં પણ આપણે વધારે માત્રામાં ફાયદો મેળવી શકીએ છીએ.

X
Navsari - કાચામાલનું મૂલ્ય સંવર્ધન કરો ને વધારે ફાયદો મેળવો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી