સેવા એ જ કરી શકે જેના ઉપર જગતનારાયણની કૃપા વરસતી હોય

Navsari - સેવા એ જ કરી શકે જેના ઉપર જગતનારાયણની કૃપા વરસતી હોય

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:56 AM IST
નવસારીમાં શિવમહાપુરાણના છઠ્ઠા દિવસે કથાકાર મેહુલભાઇ જાનીએ મંગલચરણ વિશે કહ્યું કે ભગવાનના નામનું સ્મરણ કરીને કાર્યનો આરંભ કરીએ તે મંગલાચરણ છે. સેવા એજ કરી શકે જેના પર પરમેશ્વરની કૃપા હોય દાન એટલે સેવા જેમાં તમારી સંપત્તિની કોઇ સ્વાર્થ ન હોય એ બધું જ દાન છે. સત્યની નજીક રહેશો તો પણ બેડો પાર થશે. સારી લક્ષ્મી હોય તો ઘરમાં સારા વિચાર આપે. સારા વિચાર અને ખોટા વિચાર પરમાત્મા આપે.

બાપુએ ગણેશપ્રાગટ્યની કથા વર્ણવતા કહ્યું કે મા એ ક્ષમા છે. મા એ માફી છે. મા નું રક્ષણ કરનાર દિકરો હોય. મા ની પૂજા કરો તો ભગવાન મળે. વૃધ્ધાશ્રમ એ પણ દેવાલય છે. બાપુએ કહ્યું કે આપણા હિંદુ ધર્મની વિશેષતા છે. ઉત્સવોમાં એક્તા છે. બાપુએ સોમનાથ જ્યોતીલીંગની કથા વર્ણવી. આદ્ધશ જ્યોતીલીંગ પાર્થિવ સ્વરૂપની પૂજા કરાઇ હતી.

કથામાં પધારેલા નવસારીનાં ધારાસભ્ય પિયુષ દેસાઇનું આયોજકોએ શાલ, પ્રતિક ભેટ આપી સન્માન કર્યુ હતું. બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. અડદાનાં કિરણભાઇની જન્મદિન પ્રસંગે બાપુએ શાલ અર્પણ કરી શુભાશિષ આપ્યા હતાં.

X
Navsari - સેવા એ જ કરી શકે જેના ઉપર જગતનારાયણની કૃપા વરસતી હોય
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી