હરિદ્વારમાં કથાનું શ્રવણ કરતા જિલ્લાના ભક્તજનો

નવસારીની સંસ્થા જાગો ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત શ્રીમદ ભાગવત કથા મોક્ષદામીની નગરી હરિદ્વારમાં અનેક ભક્ત...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:56 AM
Navsari - હરિદ્વારમાં કથાનું શ્રવણ કરતા જિલ્લાના ભક્તજનો
નવસારીની સંસ્થા જાગો ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત શ્રીમદ ભાગવત કથા મોક્ષદામીની નગરી હરિદ્વારમાં અનેક ભક્ત શ્રોતાજનોને વલસાડનાં યુવાકથાકાર મિતેષ જોષી શ્રવણ કરાવી રહ્યાં છે. પવિત્ર શ્રાવણ માસની અમાસના દિવસે ભક્તજનોએ વિધિવિધાનપૂર્વક પાવનકારી ગંગા મૈયાના તટે પિતૃતર્પણ કર્યુ હતું. શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરી રહેલાં નવસારી, વલસાડ, બીલીમોરા, રાજકોટનાં ભક્તજનોને કથાકાર મિતેષભાઇ જોષીની સુમધુર વાણી આકર્ષી રહી છે.

શ્રીમદ ભાગવત કથામાં બાપુએ આજે વામનઅવતારનું વર્ણન કર્યુ. વામનજીની પૂજા કરાઇ હતી. કથામાં વિવિધ ઉત્સવો ઉજવવામાં આવી રહ્યાં છે. નવસારીનાં મહેશ નાયક, મણીભાઇ પટેલ જાગો ટ્રસ્ટનાં કાર્યકરો આ કથામાં વિશેષરૂપે સેવા આપી રહ્યાં છે. કથા બાદ ભક્તજનો હરિદ્વારનાં ઋષિકેશ રામઝુલા, લક્ષ્મણઝુલા, મુની કી રેતી જેવાં ધાર્મિક સ્થળોનાં દર્શનનો લાભ લીધો હતો. ભક્તશ્રોતાજનોને કથાશ્રવણ સાથે હરિદ્વારની યાત્રાનો પવિત્ર શ્રાવણ માસમાં અમુલ્ય લ્હાવો પ્રાપ્ત થયો છે બધા શ્રોતાજનો ધન્યતા અનુભવી રહ્યાં છે. તા.12.9.2018 નાં દિવસે શ્રીમદ ભાગવત કથાને વિરામ અપાશે. સમુહ આરતીનું આયોજન કરાયું છે.

X
Navsari - હરિદ્વારમાં કથાનું શ્રવણ કરતા જિલ્લાના ભક્તજનો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App