Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - ઘરસભાથી આત્મીયતા વધે, કુટુંબ સંપીલું બને: પૂ. નારાયણ સ્વામી

ઘરસભાથી આત્મીયતા વધે, કુટુંબ સંપીલું બને: પૂ. નારાયણ સ્વામી

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:56 AM

આપણા અસ્તિત્વની પાછળ માતા-પિતાના કેટ કેટલા ભોગ હોય છે તેની ખબર પડતી નથી. માતા-પિતાના ઉપકારોનું ઋણ અદા કરી શકીએ તેમ...

  • Navsari - ઘરસભાથી આત્મીયતા વધે, કુટુંબ સંપીલું બને: પૂ. નારાયણ સ્વામી
    આપણા અસ્તિત્વની પાછળ માતા-પિતાના કેટ કેટલા ભોગ હોય છે તેની ખબર પડતી નથી. માતા-પિતાના ઉપકારોનું ઋણ અદા કરી શકીએ તેમ નથી. વૃદ્ધાવસ્થામાં માતા-પિતાની શશ્રૃષ્ણ જીવન પર્યત કરવી.માતા-પિતાને માન આપવું. તેમની સગવડો સાચવવી, તેમના સ્વભાવ સહન કરવા માતા-પિતા પોતાના બાળકોના ઉત્કર્ષ માટે પોતાની બધી ઇચ્છાઓને તીલાંજલી આપે છે. ઇચ્છાઓને ટૂંપો દે છે. માતા-પિતાને લાગણીથી સાંભળવા. ધીરજ રાખી તેઓની સેવા કરવીએ સંતાનોની ફરજ છે. આજે માતા-પિતાને સંતોષ આપે, માતા-પિતાની લાગણીને ઠેસ ન પહોંચાડે તેવા સંતાનો મળવાં દુર્લભ છે. જેવું કરશું તેવું જ પામીશું તેનો સંતાનોએ ખયાલ રાખવો જોઇએ. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે પારિવારિક શાંતિનો રાજમાર્ગ પારાયણના તૃતીય દિને પૂ.નારાયણમુનિ સ્વામીએ ઉચ્ચાર્યા હતાં.

    પૂ.નારાયણમુનિ સ્વામીએ શ્રવણને આપણે આજે પણ યાદ કરીએ છીએ. શ્રવણે પોતાના અંધ માતા-પિતાની ઇચ્છા જાણી યાત્રા કરાવેલી, પોતાના અંધ માતા-પિતાને કશું દેખાવવાનું નથી છતાં તેમની ખુશી માટે શ્રવણે યાત્રા કરાવેલી અને દશરથ રાજાને કારણે જીવ ગુમાવવા પડેલો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending