• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Navsari
  • Navsari - માનસિક બીમારીમાં વલસાડના કોન્ટ્રાક્ટરની પત્નીએ ફાંસો ખાધો

માનસિક બીમારીમાં વલસાડના કોન્ટ્રાક્ટરની પત્નીએ ફાંસો ખાધો

વલસાડના પોશ એરિયામાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરનારની પત્નીએ પોતાના જ ઘરમાં તેમના રૂમમાં પંખાના હુકની...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:56 AM
Navsari - માનસિક બીમારીમાં વલસાડના કોન્ટ્રાક્ટરની પત્નીએ ફાંસો ખાધો
વલસાડના પોશ એરિયામાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરનારની પત્નીએ પોતાના જ ઘરમાં તેમના રૂમમાં પંખાના હુકની સાથે ઓઢણી બાંધી મોતને વહાલું કર્યું હતું. માનસિક બિમારીને લઈ આ પગલું ભર્યું હોવાનું તેના પતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું, જો કે, પોલીસની વધુ તપાસ બાદ જ ખરું કારણ બહાર આવશે.

સિટી પોલીસના દફ્તરે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ વલસાડના તિથલરોડ પર કોલેજ તરફ જતા માર્ગ પર આવેલા ઉર્મી એપાર્ટમેન્ટના 202નંબરના ફ્લેટમાં વિકેન સુરેશ નાયક પોતાની પત્ની દીપ્તી અને પિતાજી સાથે રહે છે. તે કન્સ્ટ્રક્શનનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરો છે, જે ઓસ્ટ્રેલિયા વધુ અભ્યાસ કરવા ગયો છે. વિકેનની 49 વર્ષીય પત્ની દીપ્તી માનસિક બિમારીથી પીડાતી હોવાથી તેને સુરતના ડો.પ્રણવ પચ્ચીગરની દવા પણ ચાલતી હતી. વિકેન નાયક શનિવારે સવારે 10:30 કલાકે નવસારી કામ હોવાથી ગયો હતો. તે સાંજે 7:15 કલાકે ઘરે પરત ફર્યો હતો.

X
Navsari - માનસિક બીમારીમાં વલસાડના કોન્ટ્રાક્ટરની પત્નીએ ફાંસો ખાધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App