વિજલપોરમાં વધુ એક ઉંટવૈદ પકડાયો

Navsari - વિજલપોરમાં વધુ એક ઉંટવૈદ પકડાયો

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:55 AM IST
વિજલપોરમાં ગેરકાયદે રીતે તબીબી પ્રેકટીસ કરતો વધુ એક ઉંટવૈદ ઝડપાયો છે. શહેરના ગોપાળનગર વિસ્તારમાં પ્રેકટીશ કરતો દેવવ્રત દાસ નામના બોગસ ઉંટવૈદને નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ ઝડપી પાડ્યો હતો.

નવસારી એસઓજીને બાતમી મળી હતી કે ગોપાલનગર વિજલપોર ખાતે આરતી ક્લિનિકમાં બોગસ દવાખાનું ચાલે છે. આ બાતમીના આધારે નવસારી એસઓજીના પીએસઆઈ આર.કે. ઠુમ્મર તથા સ્ટાફે વિજલપોરના ગોપાલનગરમાં મધુરમ પાર્ક એપાર્ટમેન્ટમાં છાપો માર્યો હતો. પોલીસે તેમની સાથે વિજલપોરના અર્બન હેલ્થ ઓફિસર ડૉ. રાહુલ મુકેશભાઈ પટેલને પણ સાથે રાખ્યા હતા. છાપા દરમિયાન ઉક્ત સ્થળે દેવવ્રત કનઈ દાસ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ મૂળત: પશ્ચિમ બંગાળનો હોવાનું જણાવ્યું હતું. દેવવ્રત ડોકટર તરીકેની પ્રેકટીસ તો કરતો હતો પરંતુ તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર કે પ્રમાણિત ડિગ્રી મળી આવ્યું ન હતું. જેથી ...અનુસંધાન પાના નં. 2

પકડાયેલો બોગસ ઉંટવૈદ.

X
Navsari - વિજલપોરમાં વધુ એક ઉંટવૈદ પકડાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી