સરકારી કચેરીઓના 200 મીટરમાં જાહેરમાં ધરણાં પર પ્રતિબંધ

નવસારી | ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની દુર્ઘટનાઓ વારંવાર બની...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:55 AM
Navsari - સરકારી કચેરીઓના 200 મીટરમાં જાહેરમાં ધરણાં પર પ્રતિબંધ
નવસારી | ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની દુર્ઘટનાઓ વારંવાર બની છે. નવસારી જિલ્લામાં નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોકકસ ઇરાદાથી સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલા રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું ઓચિંતુ આયોજન કરી કચેરીમાં જાહેરમાર્ગે પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે. જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને સંવાદિતા જળવાય તે હેતુસર અધિક મેજીસ્ટ્રેટ કે.જે.રાઠોડે જાહેરનામા દ્વારા 7મીથી 21મી સપ્ટેમ્બર 24 કલાક સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

X
Navsari - સરકારી કચેરીઓના 200 મીટરમાં જાહેરમાં ધરણાં પર પ્રતિબંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App